આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), બુધવાર, તા. ૧૨-૬-૨૦૨૪,
સ્કંદ છઠ્ઠ, અરણ્ય છઠ્ઠ, આરોગ્ય ષષ્ઠી
ભારતીય દિનાંક ૨૨, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૬
પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨જો બેહમન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૫મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૬ઠ્ઠો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર મઘા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૧૧ સુધી, પછી પૂર્વાફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ).
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૪, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૫, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સાંજે ક. ૧૬-૨૫, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૧૬ (તા. ૧૩)
ઓટ: સવારે ક. ૦૯-૦૨, રાત્રે ક. ૨૨-૪૫.
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ શુક્લ – ષષ્ઠી. સ્કંદ છઠ્ઠ, અરણ્ય છઠ્ઠ, આરોગ્ય ષષ્ઠી, વિંધ્યવાસિની પૂજા, જામાત્રા છઠ (બંગાળ), શીતળા ષષ્ઠી યાત્રા (ઓરિસ્સા), અરણ્ય ગૌરી વ્રત, મહારાણી લક્ષ્મીબાઈ નિર્વાણ દિન (ઝાંસી) શુક્ર મિથુનમાં ક. ૧૮-૩૦.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ભૂમિ, ખાત મુહૂર્ત, પિતૃપૂજા, વડનું પૂજન, બુઘ-કેતુ ગ્રહદેવતાનું પૂજન, મુંડન કરાવવું નહીં. સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, બી વાવવું, ખેતીવાડીના કામકાજ, ધાન્ય ઘરે લાવવું, શ્રી ગણેશ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, વિશેષરૂપે શ્રી સૂર્યનારાયણ દેવતાનું પૂજન, વન-વગડામાં સ્થાપિત કરેલ શક્તિ દેવીનું પૂજન. આજ રોજ વિશેષરૂપે દેવીનું પૂજનનો મહિમા છે.
આચમન: ચંદ્ર-મંગળ ત્રિકોણ મનની શાંતિ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી શકે, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ,
સકારાત્મક વિચારો ધરાવે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર મઘા યુતિ.
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ/ મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.