પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૧૦-૬-૨૦૨૪,
વિનાયક ચતુર્થી, ઉમા ચતુર્થી
ભારતીય દિનાંક ૨૦, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૪
પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૧૦મો દએ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૩૦મો અનેરાન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૨મો ગોવાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૩જો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૪થો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર પુષ્ય રાત્રે ક. ૨૧-૩૯ સુધી, પછી આશ્ર્લેષા.
ચંદ્ર કર્કમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોટય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૩, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૫, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટઽ
ભરતી : બપોરે ક. ૧૫-૦૧, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૩૮ (તા. ૧૧)
ઓટ: સવારે ક. ૦૭-૪૫, રાત્રે ક. ૨૧-૦૯
વ્રત પર્વાટિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ શુક્લ – ચતુર્થી. વિનાયક ચતુર્થી, ઉમા ચતુર્થી (બંગાળ-ઓરિસ્સા), ગુરુ અર્જુન દેવ પુણ્યતિથિ (શીખ) ભદ્રા સમાપ્તિ ક ૧૬-૧૪.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ચંદ્ર-ગુરુ-શનિ ગ્રહ દેવતાનું પૂજન, સુવર્ણ ખરીદી, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, શ્રી વિનાયક ગણેશ પૂજા, નિત્ય થતાં પશુ લે-વેંચ, ખેતીવાડીના કામકાજ, બી વાવવું, પીપળાનું પૂજન, હજામત, નિત્ય થતાં દુકાન-વેપારના કામકાજ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રીસુક્ત, પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, શ્રી વિષ્ણુ-સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન.
આચમન: ચંદ્ર-રાહુ ત્રિકોણ પ્રવાસનો શોખ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ત્રિકોણ.
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button