આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), ગુરુવાર, તા. ૬-૬-૨૦૨૪, ભાવુકા અમાવસ્યા, શનેશ્ર્ચર જયંતી
ભારતીય દિનાંક ૧૬, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ-૩૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૩૦
પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૮મો રશ્ને, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૯મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૩૦મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર રોહિણી રાત્રે ક. ૨૦-૧૫ સુધી, પછી મૃગશીર્ષ.
ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર.
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૩, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૨, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૩, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૨-૦૫, રાત્રે ક. ૨૩-૪૮
ઓટ: સાંજે ક. ૧૮-૦૫, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૫૪ (તા. ૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, વૈશાખ કૃષ્ણ – અમાવસ્યા. દર્શ-ભાવુકા અમાવસ્યા, શનેશ્ર્ચર જયંતી, વટસાવિત્રી વ્રત સમાપ્તિ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ધ્રુવ દેવતાનું પૂજન, બ્રહ્માજીનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, ચંદ્ર-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, જાંબુનું વૃક્ષ વાવવું, તીર્થમાં શ્રાદ્ધ તર્પણ, સ્નાન, જપ, તપ, દાનનો મહિમા, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા, કળશ-પતાકા ચઢાવવી, નિત્ય થતાં દુકાન-વેપાર, નોકરી, દસ્તાવેજના કામકાજ, બી વાવવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વિશેષરૂપે શ્રી વિનાયક પૂજન.
આચમન: ચંદ્ર-સૂર્ય યુતિ (જયેષ્ઠ અમાસ યોગ), ચંદ્ર-શુક્ર યુતિ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય યુતિ (વૈશાખ અમાસ યોગ), ચંદ્ર-શુક્ર યુતિ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.