પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૩-૬-૨૦૨૪, અપરા ભાગવત એકાદશી.
ભારતીય દિનાંક ૧૩, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૩મો દએપદીન, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૫મો દએપમહેર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૭મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર અશ્ર્વિની મધ્યરાત્રે ક. ૨૪-૦૪ સુધી, પછી ભરણી.
ચંદ્ર મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૩, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૧, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૨, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટઽ
ભરતી : સવારે ક. ૦૯-૩૫, રાત્રે ક. ૨૧-૧૮
ઓટ: બપોરે ક. ૧૫-૧૪, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૪૫.
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, વૈશાખ કૃષ્ણ – દ્વાદશી. અપરા (અચલા) ભાગવત એકાદશી. મધુસુદન બારશ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: અશ્ર્વિનીકુમાર દેવતાનું પૂજન, ચંદ્ર-કેતુ ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, એકાદશી વ્રત ઉપવાસ,મંગળવારે ઉપવાસનાં પારણા, હરીનામ જાપ કિર્તનનો મહિમા.
મહામંત્ર :હરે કૃષ્ણ હરે કૃષ્ણ,કૃષ્ણ કૃષ્ણ હરે હરે ,હરે રામ હરે રામ રામ રામ હરે હરેનાં જાપ કરવા.
આજની એકાદશી વ્રત કરવાથી પ્રસિદ્ધી અને ધન પ્રાપ્તિ થાય છે. આજે ભગવાન ત્રિવિક્રમની પૂજાનો મહિમા છે. વૈદો, જ્યોતિષશાસ્ત્રીઓમાં પણ આ એકાદશી મહિમા ધરાવે છે. બ્રહ્મ હત્યા, બીજાની નિંદા, ગુરુની નિંદા ભૂતયોનિ, પરસ્ત્રી ગમન, ખોટી ગવાહી આપવી, ખોટું બોલવું, ખોટું ભવિષ્ય ભાખવું, અભ્યાસ વગર જ્યોતિષ, વૈધ બનવું વગેરે પાપોનો નાશ થાય છે. શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર વાંચન, શ્રીસુક્ત, પુરુસુક્ત, શ્રીગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, પરદેશનું પસ્તાનું, પ્રયાણ શુભ, નવા વસ્રો, આભૂષણ, વિદ્યારંભ, હજામત, નવા વાસણો, પશુ લે-વેચ, પ્રથમ વાહન, યંત્રારંભ દુકાન વેપાર, માલ લેવો, બી વાવવું, ધાન્ય ભરવું, સર્વશાંતિ, શાંતિપૌષ્ટિક પૂજા, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, બાળકને કાન વિંધાવવા, બાળ મોવાળા.
આચમન: ચંદ્ર-શનિ અર્ધચતુષ્કોણ પુરુષાર્થી સ્વભાવ, બુધ-નેપ્ચૂન અર્ધત્રિકોણ ભાષાઓના જાણકાર
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ અર્ધચતુષ્કોણ, બુધ-નેપ્ચૂન અર્ધત્રિકોણ
ગ્રહગોચર: સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મેષ, હર્ષલ, વૃષભ, નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો મકર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button