પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌરગ્રીષ્મઋતુ), શનિવાર, તા. ૧-૬-૨૦૨૪
ભારતીય દિનાંક ૧૧, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ -૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૯
પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૧મો રામ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૩મો તીર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૫મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરાભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૧૫ સુધી (તા. ૨જી), પછી રેવતી.
ચંદ્ર મીનમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૩, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૦, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૧, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૦૭-૨૦, રાત્રે ક. ૧૯-૨૦
ઓટ: બપોરે ક.૦૧-૦૦, મધ્યરાત્રિ પછી ક.૦૨-૦૩ (તા.૨)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, વૈશાખ કૃષ્ણ – નવમી. દશમનો ક્ષય છે. મંગળ મેષમાં ક. ૧૫-૩૭. હર્ષલ વૃષભમાં ક. ૧૩-૦૨. ગુરુ પૂર્વમાં ઉદય. વિષ્ટિ ક. ૧૮-૧૫ થી ૨૯-૦૫.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
જૂન માસનાં સંક્ષિપ્ત ગ્રહ દર્શન: આજનાં તા. ૧લી જૂનનાં ગ્રહના ઉદય અસ્ત: ચંદ્ર ઉદય: ક. ૦૧-૫૧, ચંદ્ર અસ્ત: બપોરે ક. ૧૩-૧૧, બુધ ઉદય: ક. ૦૫-૦૫, બુધ અસ્ત: ક. ૧૭-૫૪, શુક્ર ઉદય: ક.૦૫-૫૭, અસ્ત: ક.૧૯-૦૧, મંગળ ઉદય: ક. ૦૩-૧૫, અસ્ત: ક. ૧૫-૩૯ , ગુરુ ઉદય: ક. ૦૫-૨૫, અસ્ત: ક. ૧૮-૨૪. શનિ ઉદય: ક. ૦૧-૨૮, અસ્ત: ક. ૧૩-૧૨, (તા. ૧લી મે સૂર્યોદયના સમયે વૃષભ રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે વૃશ્ર્ચિક રાશિ લગ્ન ઉદિત થાય છે.
સૂર્ય રોહિણી નક્ષત્રમાંથી તા. ૮મીએ મૃગશીર્ષ, તા. ૨૨ આદ્રા. મંગળ સમગ્ર માસમાં મેષ રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ કરે છે. તા. ૧લી મંગળ અશ્ર્વિનીમાં, તા. ૧૯મીએ મંગળ ભરણી નક્ષત્રમાં પ્રવેશે. બુધ કૃત્તિકામાંથી તા. ૫મીએ રોહિણીમાં, તા. ૧૧મીએ મૃગશીર્ષમાં, તા. ૧૮મીએ આર્દ્રામાં, તા. ૨૪મીએ પુનર્વસુમાં પ્રવેશે છે.
ગુરુ કૃત્તિકા નક્ષત્રમાંથી તા. ૧૩મીએ રોહિણીમાં આવે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર વૃષભમાંથી તા. ૧૨મીએ મિથુનમાં પ્રવેશે છે. શુક્ર રોહિણીમાં તા. ૭મીએ મૃગશીર્ષમાં, તા. ૧૮મીએ આર્દ્રામાં, તા. ૨૯મીએ પુનર્વસુમાં આવે છે. શનિ માર્ગી ગતિએ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. શનિ, સમગ્ર માસમાં પૂર્વાભાદ્રપદા નક્ષત્રમાં ભ્રમણ કરે છે.
મુહૂર્ત વિશેષ: શનિ દેવતાનું પૂજન અર્હિબુધન્ય, ધ્રુવ દેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, કુળદેવી પૂજન, સપ્તસતી પાઠ, હવન, પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ પતાકા ચઢાવવી, બગીચો બનાવવો, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા વાંચન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રીસુક્ત, પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, બી વાવવું.
આચમન: ચંદ્ર-નેપ્ચૂન યુતિ સ્વપ્નદૃષ્ટા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન યુતિ.
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મીન/મેષ, બુધ-વૃષભ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ/ વૃષભ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button