આજનું પંચાંગ
ડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌરશરદઋતુ), શનિવાર, તા. 7-10-2023,
નવમી શ્રાદ્ધ, સૌભાગ્યવતીનું શ્રાદ્ધ
* ભારતીય દિનાંક 15, માહે આશ્વિન, શકે 1945
* વિક્રમ સંવત 2079, શા. શકે 1945, ભાદ્રપદ વદ-8
* જૈન વીર સંવત 2549, માહે ભાદ્રપદ, તિથિ વદ-8
* પારસી શહેનશાહી રોજ 23મો દએપદીન, માહે 2જો અર્દીબહેશ્ત, સને 1393
* પારસી કદમી રોજ 23મો દએપદીન, માહે 3જો ખોરદાદ, સને 1393
* પારસી ફસલી રોજ 21મો રામ, માહે 7મો મેહેર સને 1392
* મુુસ્લિમ રોજ 21મો, માહે 3જો, રબીઉલ અવ્વલ, સને 1445
* મીસરી રોજ 23મો, માહે 3જો, રબીઉલ અવ્વલ, સને 1445
* નક્ષત્ર પુનર્વસુ રાત્રે ક. 23-56 સુધી, પછી પુષ્ય.
* ચંદ્ર મિથુનમાં સાંજે ક. 17-17 સુધી, પછી કર્કમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
* સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 31, અમદાવાદ ક. 06 મિ. 34 સ્ટા. ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 21, અમદાવાદ ક. 18 મિ. 21 સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : સાંજે ક. 17-27,
* ઓટ: બપોરે ક. 13-18, મધ્ય રાત્રે ક. 00-33
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2079, આનંદ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,
શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – અષ્ટમી. નવમી શ્રાદ્ધ, સૌભાગ્યવતીનું શ્રાદ્ધ.
* મુહૂર્ત વિશેષ: ગુરુ-શનિ ગ્રહદેવતાનું પૂજન, શ્રી શનિ-દેવતા, હનુમાનચાલીસા સ્તોત્ર પાઠ વાંચન, સુંદરકાંડ પાઠ વાંચન, શ્રાદ્ધ પર્વની ઉજવણીમાં નવા સુદઢ વસ્રો, સૌમ્યતા માટે જરૂરી આભૂષણ, ઈત્યાદિ પહેરી શકાય. સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, યંત્ર, નૌકા, પશુ લે-વેંચ, સ્થાવર મિલકત, લેવડદેવડ સંબંધિત કામકાજ, વૃક્ષ રોપણ કરવું.
* શ્રાદ્ધ પર્વ: આજરોજ નવમી તિથિએ દિવંગતનું શ્રાદ્ધ કરવું. જે વિધવા નથી તે દિવંગત સૌભાગ્યવતીનું શ્રાદ્ધ આજરોજ કરવું. નવમી તિથિનું શ્રાદ્ધ સદ્ગુણી સ્ત્રીની પ્રાપ્તિ કરાવે છે. પ્રતિભા ઐશ્વર્યમાં વૃદ્ધિ કરાવે છે. જે વ્યક્તિ શ્રાદ્ધ નથી કરતી તેની નિત્ય પૂજા સૂર્યાદિ ગ્રહો, અન્ય દેવતા માન્ય નથી કરતા. શ્રાદ્ધ ન કરનારને મોક્ષ પ્રાપ્તિ, સ્વર્ગ પ્રાપ્તિ થતી નથી. શ્રાદ્ધ એ નૈમિતિક ફરજ છે. જેમ રાષ્ટ્ર પરત્વેની ફરજ છે, સમાજ પરત્વેની ફરજ છે તેમ કુટુંબ પરત્વેની ફરજ શ્રાદ્ધ વિધાનથી દર્શાવાય છે એટલે કે દિવંગતના આત્માની શાંતિ માટે શ્રાદ્ધવિધિ કરવાથી મનુષ્ય દિવંગત પરત્વેની ફરજ અદા કરે છે. માતાપિતા તથા અન્ય વડીલોના જીવતાજ તેમની સેવા કરવી તે પણ દરેક સંતાનોની ફરજ છે.
* આચમન: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ ભીરુ સ્વભાવના, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ કજિયાખોર
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ
* ગ્રહ ગોચર: સૂર્ય-ક્નયા, મંગળ-તુલા, બુધ-ક્નયા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.