આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), ગુરુવાર, તા. ૯-૫-૨૦૨૪
વૈશાખ શુક્લ પક્ષ પ્રારંભ, ચંદ્રદર્શન,
ભારતીય દિનાંક ૧૯, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૧
પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૮મો જમીઆદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૯મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨જો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર કૃત્તિકા સવારે ક. ૧૧-૫૪ સુધી, પછી રોહિણી.
ચંદ્ર વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૧, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૧, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક.૧૩-૦૧, મધ્યરાત્રિ પછી ક. ૦૦-૪૧ (તા. ૧૦)
ઓટ: સવારે ક. ૦૬-૧૨, સાંજે ક. ૧૮-૫૭
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, વૈશાખ શુક્લ – પ્રતિપદા. વૈશાખ શુક્લ પક્ષ પ્રારંભ, ચંદ્રદર્શન, બીજનો ક્ષય છે.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્યો વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ચંદ્ર, ગુરુ , સૂર્ય પૂજા, વિનાયક પૂજા, અગ્નિદેવતાનું પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, બ્રહ્માજીનું પૂજન, જાંબુના ઔષધીય પ્રયોગો, જાંબુના વૃક્ષનું પૂજન, ઊંબરાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, માલ વેચવો, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, મંદિરોમાં પાટ અભિષેક પૂજા, ધજા કળશ પતાકા ચઢાવવી, બગીચો બનાવવો. નિત્ય થતાં દસ્તાવેજ, દુકાન, વેપાર, નોકરી ખેતીવાડી, પશુ લેવડદેવડ, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, ધાન્ય વેચવું.
વૈશાખ માસ સંક્ષિપ્ત: તા.૬ જૂન સુધીનાં ૨૯ દિવસના આ માસમાં શુક્લ પક્ષમાં ૧૫,કૃષ્ણ પક્ષમાં ૧૪ દિવસ છે.શુક્લ પક્ષમાં બીજનો ક્ષય, આઠમની વૃદ્ધિ થાય છે. વદ દશમનો ક્ષ્ય છે. પૂનમ અને અમાસના ગ્રહણ નથી. આ માસમાં પાંચ ગુરુવાર છે. ચંદ્ર દર્શન સુદ એકમ ગુરુવારે છે. અક્ષય તૃતીયા તા.૧૦મીએ માંગલિક સાંસારિક મુહૂર્તો માટે મુહૂર્તરાજ શ્રેષ્ઠ જયોતિષ પર્વ છે. તા.૧૨મીએ શ્રી આદ્ય શંકરાચાર્ય, શ્રી રામાનુજાચાર્ય જયંતી છે. તા.૧૯ મોહિની એકાદશી, તા.૨૨મીએ આદ્ય શંકરાચાર્ય કૈલાસ ગમન, તા.૨૩મીએ બુદ્ધ પૂનમ, તા.૨જીએ અપરા સ્માર્ત એકાદશી, તા.૩જીએ અપરા એકાદશી (ભાગવત) છે.
આચમન: ચંદ્ર મંગળ અર્ધત્રિકોણ સાહસિક.
ખગોળ જ્યોતિષ:ચંદ્ર મંગળ અર્ધત્રિકોણ.
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-મીન, માર્ગી બુધ-મીન, ગુરુ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.