પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદૠતુ), ગુરુવાર, તા. 5-10-2023, સપ્તમી શ્રાદ્ધ, ભદ્રા સમાપ્તિ
ભારતીય દિનાંક 13, માહે આશ્વિન, શકે 1945
વિક્રમ સંવત 2079, શા. શકે 1945, ભાદ્રપદ વદ-7
જૈન વીર સંવત 2549, માહે ભાદ્રપદ, તિથિ વદ-7
પારસી શહેનશાહી રોજ 21મો રામ, માહે 2જો અર્દીબહેશ્ત, સને 1393
પારસી કદમી રોજ 21મો રામ, માહે 3જો ખોરદાદ, સને 1393
પારસી ફસલી રોજ 19મો ફરવરદીન, માહે 7મો મેહેર સને 1392
મુુસ્લિમ રોજ 19મો, માહે 3જો રબીઉલ અવ્વલ, સને 1445
મીસરી રોજ 21મો, માહે 3જો રબીઉલ અવ્વલ, સને 1445
નક્ષત્ર મૃગશીર્ષ રાત્રે ક. 19-39 સુધી, પછી આર્દ્રા.
ચંદ્ર વૃષભમાં સવારે ક. 06-58 સુધી, પછી મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 31, અમદાવાદ ક. 06 મિ. 33 સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 23, અમદાવાદ ક. 18 મિ. 22 સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. 15-26, મધ્યરાત્રિ પછી ક. 04-39 (તા. 6)
ઓટ: સવારે ક. 09-37, રાત્રે ક. 21-15
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2079, આનંદ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – સપ્તમી. સપ્તમી શ્રાદ્ધ, સપ્તમી વૃદ્ધિતિથિ છે. ભદ્રા સમાપ્તિ સાંજે ક. 18-01.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ખેરનું વૃક્ષ વાવવું, નિત્ય થતાં દસ્તાવેજ, દુકાન-વેપાર, ખેતીવાડી, પશુ લે-વેંચના કામકાજ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા.
શ્રાદ્ધ પર્વ: સાતમ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજ રોજ કરવું. સાતમનું શ્રાદ્ધ યજ્ઞ કર્યા જેવું ફળ આપે છે. શ્રાદ્ધ વિશેનું વર્ણન અમાપ છે. શ્રાદ્ધને સમજવા માટે પ્રથમ શ્રદ્ધા આવશ્યક છે, પરંતુ પ્રથમ સ્વરૂપે શ્રાદ્ધને અનુસરવા માટે બ્ર્ાાહ્મણ ભોજન, કુટુંબીજનો, બહેન-દીકરા-દીકરી જમાઈ સર્વને ભોજન, જરૂરિયાતમંદોને ભોજન એ પ્રથમ માર્ગ છે. અનેક સમાજસેવાનાં કાર્યો પણ શ્રાદ્ધ નિમિત્તે કરી શકાય, બ્ર્ાાહ્મણ દ્વારા નદીસંગમ, તીર્થોમાં શ્રાદ્ધ, અને પોતાના ઘરે તર્પણ શ્રાદ્ધ થઈ શકે તેમ છે. જેમ ગણેશ મહાપર્વની ઉજવણી થઈ તેમ પિતૃદેવતાઓને શ્રદ્ધાનો ભાવ અર્પણ કરવા માટે ભાદ્રપદનું શ્રાદ્ધ ઉત્તમ અવસર છે.
આચમન: ચંદ્ર-મંગળ ત્રિકોણ પ્રવૃત્તિપ્રિય, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ ચાલબાજીવાળા, મંગળ-રાહુ પ્રતિયુતિ જાહેરમાં અપયશ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ નિંદા કરવાની આદત. ચંદ્ર-શનિ ત્રિકોણ સ્થિર સ્વભાવના.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ, મંગળ-રાહુ પ્રતિયુતિ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-શનિ ત્રિકોણ.
ગ્રહ ગોચર: સૂર્ય-ક્નયા, મંગળ-તુલા, બુધ-ક્નયા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી
પ્લુટો-મકર. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે