આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),
સોમવાર, તા. ૬-૫-૨૦૨૪, શિવરાત્રિ, પંચક સમાપ્તિ
ભારતીય દિનાંક ૧૬, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૧૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૮મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર રેવતી સાંજે ક. ૧૭-૪૨ સુધી, પછી અશ્ર્વિની.
ચંદ્ર મીનમાં સાંજે ક. ૧૭-૪૨ સુધી, પછી મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન ( દ, ચ, ઝ, થ), મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૦, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૯, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક.૧૦-૪૧, રાત્રે ક. ૨૨-૪૧
ઓટ: સાંજે ક. ૧૬-૨૯, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૫૫ (તા.૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, ચૈત્ર કૃષ્ણ – ત્રયોદશી. શિવરાત્રિ, પંચક સમાપ્તિ ક. ૧૭-૪૩, શુક્ર પૂર્વમાં અસ્ત, વિષ્ટિ ક. ૧૪-૪૧ થી ૨૫-૧૦.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા,અશ્ર્વિનીકુમાર દેવતાનું પૂજન, ચંદ્ર-બુધ ગ્રહદેવતાનું પૂજન, પૂષાદેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નવાં વસ્રો, આભૂષણ, વાસણ, વાહન, પશુ લે-વેંચ, દુકાન-વેપાર, માલ લેવો, યંત્ર પ્રારંભ, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, પ્રયાણ શુભ, દેવદર્શન, અન્નપ્રાશન, નામકરણ, મિત્રતા કરવી, હજામત, દસ્તાવેજના કામકાજ.
આચમન: ચંદ્ર-બુધ યુતિ ભાષાવિદ્, ચંદ્ર-રાહુ યુતિ ગર્ભિત મનોવૃત્તિ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ યુતિ, ચંદ્ર-રાહુ યુતિ. ચંદ્ર પૃથ્વીથી અત્યંત નજીક આવે છે. ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી ઉત્તરે થશે.
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-મીન, માર્ગી બુધ-મીન, ગુરુ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.