આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), બુધવાર, તા. ૧-૫-૨૦૨૪, મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્ય સ્થાપના દિન.
ભારતીય દિનાંક ૧૧, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૮
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૮
પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૦મો બહેરામ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૨મો મોહોર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૧મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૩મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર શ્રવણ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૧૦ (તા. ૨જી), પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૬, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૭, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સાંજે ક. ૧૭-૪૫, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૪૨ (તા. ૨)
ઓટ: સવારે ક. ૧૦-૨૨ મધ્યરાત્રે ક. ૦૦-૨૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર કૃષ્ણ – અષ્ટમી. મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્ય સ્થાપના દિન. ગુરુ વૃષભમાં ક. ૧૨-૫૬.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મેનાં સંક્ષિપ્ત ગ્રહ દર્શન: આજનાં તા. ૧લી મેનાં ગ્રહના ઉદય અસ્ત: ચંદ્ર ઉદય: મધ્યરાત્રે ક. ૦૧-૦૨, બપોરે ચંદ્ર અસ્ત: ક. ૧૨-૧૬, બુધ ઉદય: ક.૦૫-૦૦, બુધ અસ્ત: ક. ૧૭-૧૩, શુક્ર ઉદય: ક.૦૫-૪૪, અસ્ત: ક.૧૮-૧૪, મંગળ ઉદય: ક. ૦૪-૦૪, અસ્ત: ક.૧૬-૦૧, ગુરુ અસ્ત: ક. ૧૯-૫૩, શનિ ઉદય: ક. ૦૩-૨૩, અસ્ત: ક. ૧૫-૦૫, (તા. ૧લી મે સૂર્યોદયના સમયે મેષ રાશિ લગ્ન ઉદિત થાય છે.) સૂર્યાસ્તના સમયે તુલા રાશિ લગ્ન ઉદિત થાય છે.
સૂર્ય ભરણી નક્ષત્રમાંથી તા. ૧૧મીએ કૃત્તિકા, તા. ૨૫ રોહિણી પ્રવેશ, સૂર્ય તા. ૨૪મીએ વૃષભ સંક્રમણ, મંગળ ઉત્તરાભાદ્રપદામાંથી તા. ૧૫મીએ રેવતી પ્રવેશ. મંગળ સમગ્ર માસમાં મીન રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ. બુધ રેવતીમાંથી તા. ૧૦મીએ અશ્ર્વિની, તા. ૨૧મીએ ભરણી, તા. ૨૯મીએ કૃત્તિકા પ્રવેશ. બુધ મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. પ્રથમ મીન રાશિમાં રહી તા. ૧૦મીએ મેષમાં પ્રવેશ, ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. સમગ્ર માસમાં ગુરુ કૃત્તિકા નક્ષત્રમાં ભ્રમણ કરે છે. શુક્ર મેષમાંથી તા. ૧૯મીએ વૃષભમાં પ્રવેશે છે. અશ્ર્વિની નક્ષત્રમાંથી તા. ૫મીએ શુક્ર ભરણી, તા. ૧૬મીએ કૃત્તિકા, તા. ૨૭મીએ રોહિણી પ્રવેશ કરે છે. શનિ માર્ગી ગતિએ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. શનિ, સમગ્ર માસમાં પૂર્વાભાદ્રપદા નક્ષત્રમાં માર્ગીભ્રમણ કરે છે.
મુહૂર્ત વિશેષ: શિવ-પાર્વતી પૂજા, ચંદ્ર-બુધ ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, આંકડાના વૃક્ષનું પૂજન, દુર્ગા સપ્તસતી પાઠ હવન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વાહનસવારી, દુકાન, હજામત, માલ લેવો પ્રયાણ શુભ, બાળકને અન્નપ્રાશન, રાજ્યાભિષેક પાટ-અભિષેક પૂજા, વૃક્ષ વાવવા, આભૂષણ બનાવવા, પહેરવા, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું.
આચમન: ચંદ્ર સૂર્ય ચતુષ્કોણ કાર્યક્ષેત્રે અપયશનો ભય
ખગોળ જ્યોતિષ: ચંદ્ર સૂર્ય ચતુષ્કોણ,
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-મીન, માર્ગી બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.