આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૨૯-૪-૨૦૨૪
ભારતીય દિનાંક ૯, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૫
પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૮મો રશ્ને, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૦મો આવાં, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૯મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૧મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૧ સુધી, પછી ઉત્તરાષાઢા.
ચંદ્ર ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૮, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૬, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટઽ
ભરતી : બપોરે ક. ૧૫-૩૭, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૦૭ (તા. ૩૦)
ઓટ: સવારે ક. ૦૮-૨૪, રાત્રે ક. ૨૧-૩૨
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર કૃષ્ણ – પંચમી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: વિશેષરૂપે શિવજીએ ધારણ કરેલ ચંદ્રનું પૂજન કરવું. શિવજીને જળ, આદિ અભિષેક કરવા. શિવજીને આંબાની ખીર અર્પણ કરવી. પરગામ પ્રયાણ મધ્યમ, પરદેશગમનનું પસ્તાનું થઈ શકે. વિદ્યારંભ, માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પશુ લે-વેંચના કામકાજ, મક્કમ મનથી કામકાજના નિર્ણયો લેવા. જૂના કામકાજ પૂર્ણ કરવા માટે નક્ષત્ર શ્રેષ્ઠ છે. આંબળાના ઔષધીય પ્રયોગો.
આચમન: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ રાજકારણમાં સફળતા, મંગળ-નેપ્ચૂન યુતિ સંયમહીન, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ કાર્યશક્તિનો અભાવ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ ગપ્પા મારવાની આદત.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, મંગળ-નેપ્ચૂન યુતિ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ.
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-કુંભ, માર્ગી બુધ-મીન, ગુરુ-મેષ (કૃતિકા-૧ ચરણ), શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર