આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), સોમવાર, તા. ૧૫-૪-૨૦૨૪અશોકકલિકા પ્રાશન,
ભારતીય દિનાંક ૨૬, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૭
પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૪થો શહેરેવર, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૬મો આસતાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૫મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૭મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર પુનર્વસુ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૪ સુધી (તા. ૧૬), પછી પુષ્ય.
ચંદ્ર મિથુનમાં રાત્રે ક. ૨૦-૩૮ સુધી, પછી કર્કમાં,ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૯, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૪, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૦, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી :બપોરે ક.૧૭-૩૪,મધ્યરાત્રિ પછી ક.૦૪-૫૭(તા.૧૬),ઓટ: સવારે ક.૦૯-૫૫,મધ્યરાત્રે ક.૦૦-૨૧.
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, ચૈત્ર શુક્લ – સપ્તમી. અશોકકલિકા પ્રાશન, જૈન શાશ્ર્વતી આયંબિલ ઓળી અઠ્ઠાઈ પ્રારંભ, વિષ્ટિ બપોરે ક. ૧૨-૧૨ થી મધ્યરાત્રે ક.૨૪-૪૨.
શુભાશુભ દિનશુદ્ધિ: બપોરે ક. ૧૨-૧૨ સુધી શુભ
મુહૂર્ત વિશેષ:શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજન, અદિતિ પૂજન, ચંદ્ર-ગુરુદેવતાનું પૂજન, સર્વદેવતાનું પૂજન, વાસ્તુ-કળશ પૂજા,વાંસ વાવવાં, પરદેશનું પસ્તાનું. વિદ્યારંભ, હજામત, પ્રયાણ, ધાન્ય ભરવું, બી વાવવું, નવાં વસ્ત્રો, આભૂષણ, નોકરી-વેપાર, ઘર ખેતર, જમીન સ્થાવર લેવડ દેવડ, વૃક્ષ વાવવાં, બાળકનું નામ કરણ દેવદર્શન, અન્નપ્રાશન, દુકાન-વેપાર, વાહન, નૌકા બાંધવી, વૃક્ષ વાવવાં, ઉપવાટિકા બનાવવી. નવી તિજોરીની સ્થાપનાં.
નવરાત્રિ મહિમા: સાતમા નોરતે મા કાલરાત્રિ દેવીની પૂજા-અર્ચના-ભક્તિ કરવામાં આવે છે. મા કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારા છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત આદિ કાલરાત્રિ માતાના સ્મરણ માત્રથી ભયભીત થઈ નાસી જાય છે. તેઓ ગ્રહબાધાને પણ દૂર કરનારાં છે. શિવ અને શક્તિ, વિષ્ણુ અને લક્ષ્મી એમ બે પુરુષ સ્રી સ્વરૂપે, બ્રહ્માંડમાં, જગતમાં ઈશ રૂપે છે. તેમાં નારીશક્તિ, સ્ત્રી શક્તિ, લક્ષ્મી, અંબામાતા ૬૪ શક્તિ સ્વરૂપો એજ જગતને પ્રથમ શક્તિની પ્રાપ્તિ માટે આવશ્યક છે. શક્તિની કૃપા દ્વારા શરીર અને જગત પુરુષાર્થના પંથે ચાલી શકે છે. શક્તિ એ માઁના સ્વરૂપે પૂજાય છે, પરંતુ સર્વ નારીમાં માના સ્વરૂપનું દર્શન કરવાથી ઉપાસના સરળ અને સફળ બને છે. પુરુષ પ્રકૃતિમાં શક્તિના દર્શન કરે છે.
આચમન:ચંદ્ર-મંગળ ત્રિકોણ સતત પ્રવાસી, ચંદ્ર-બુધ ચતુષ્કોણ સ્વતંત્ર સ્વભાવ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ કાર્યક્ષેત્રે સંઘર્ષથી સફળતા મેળવે. ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ સ્વપ્નદ્રષ્ટા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ (તા. ૧૬), ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ (તા. ૧૬).
ગ્રહગોચર: સૂર્ય-મેષ , મંગળ-કુંભ,વક્રી બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્યૂન-મીન, પ્લુટો-મકર.