આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), શનિવાર, તા. ૧૩-૪-૨૦૨૪ મેષ સંક્રાંતિ,
ભારતીય દિનાંક ૨૪, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૫
પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨જો બેહમન, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૩જો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૫મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર મૃગશીર્ષ મધ્યરાત્રે ક. ૨૪-૪૮ સુધી, પછી આર્દ્રા
ચંદ્ર વૃષભમાં ક. ૧૨-૪૩ સુધી, પછી મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૧, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૯, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી :બપોરે ક.૧૫-૩૩,મધ્યરાત્રિ પછી ક.૦૩-૦૭(તા.૧૪)
ઓટ: સવારે ક.૦૮-૨૩,રાત્રે ક.૨૧-૨૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર શુક્લ – પંચમી. મેષ સંક્રાંતિ, સૂર્ય અશ્ર્વિની નક્ષત્ર ,મેષ રાશિ પ્રવેશ ક. ૨૧-૦૩, પુણ્યકાળ બપોરે ક. ૧૨-૪૦ થી સાંજે ૧૮-૫૯. શ્રી પંચમી, હયવ્રત, કલ્પાદિ, કમુહૂર્તા સમાપ્ત.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.બપોરે ક. ૧૨-૪૦ થી સાંજે ૧૮-૫૯માં શુભ માંગલિક કાર્યો વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: તર્પણ, શ્રાધ્ધ, શનિ-છંદ્ર દેવતાનું પૂજન, ખેરનું વૃક્ષ વાવવું, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, હનુમાન ચાલીસા, સુંદરકાંડ, હનુમાનજીનું પૂજન, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, બી વાવવું.
નવરાત્રિ મહિમા: આજે માતા સ્ક્ધદમાતા દેવીની પૂજા – અર્ચના – ભક્તિ કરવામાં આવે છે. મોક્ષના દ્વાર ખોલવાવાળી પરમ સુખદાયી મા સ્ક્ધદમાતા છે. મા પોતાનાં બાળકોની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આત્મશક્તિના ત્રિગુણાત્મક ત્રણ રૂપ છે. સાત્ત્વિક રૂપ સરસ્વતી છે. રાજસી રૂપમાં લક્ષ્મી છે. તામસી રૂપમાં મા દુર્ગા છે. સરસ્વતી બુદ્ધિ દેવી છે. બુદ્ધિને શક્તિ અને અધર્મથી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જૈ વૈભવથી પ્રભાવિત નથી થતી, રજોમય, લક્ષ્મી શ્રમ, ઊર્જા અને વૈભવ દાયિની છે. ઊર્જા, શ્રમ અને શ્રી લક્ષ્મીની સંપન્નતાથી રાષ્ટ્ર ભૌતિક, આધ્યાત્મિક આરોગ્ય રૂપે પરમવિકાસ પ્રાપ્ત કરે છે.
આચમન:ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ કારોબારમાં સફળતા મેળવે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ.
ગોચરગ્રહો:ગ્રહગોચર: સૂર્ય-મીન /મેષ , મંગળ-કુંભ,વક્રી બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.