આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), શુક્રવાર, તા. ૧૨-૪-૨૦૨૪,
નક્ષત્ર તિથિ પર્વનો શ્રષ્ઠિ યોગ વિનાયક ચતુર્થી
ભારતીય દિનાંક ૨૩, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૪
પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧લો હોરમજદ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૩મો દએપદીન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨જો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૪થો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર રોહિણી મધ્યરાત્રે ક. ૨૪-૫૦ સુધી, પછી મૃગશીર્ષ
ચંદ્ર વૃષભમાં,ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૧, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૯, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી :બપોરે ક.૧૪-૪૬,મધ્યરાત્રે ક.૦૨-૨૨(તા.૧૩)
ઓટ: સવારે ક.૭-૪૮,રાત્રે ક.૨૦-૩૩
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર શુક્લ – ચતુર્થી. વિનાયક ચતુર્થી, પારસી ૯મો આદર માસારંભ, વિષ્ટિ બપોરે ક. ૧૩-૩૨ સુધી.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ:શ્રી વિનાયક પૂજા,શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ઉપનયન, સર્વદેવ પ્રતિષ્ઠા, ધ્રુવદેવતાનું પૂજન, બ્રહ્માજીનું પૂજન, જાંબુના ઔષધીય પ્રયોગો, રાજ્યાભિષેક, મંદિરોમાં પાટ અભિષેક, બગીચો બનાવવો, ધજા, કળશ, પતાકા ચઢાવવી, આભૂષણ, વસ્ત્રો,દસ્તાવેજ, દુકાન, વેપાર, નોકરી, બી વાવવું, ધાન્ય ભરવું, ધાન્ય વેચવું, સર્વશાંતી-શાંતી પૌષ્ટિક, નામકરણ, દેવ દર્શન, અન્નપ્રાશન, નવી તિજોરીની સ્થાપના.
નવરાત્રિ મહિમા: આજે મા કુષ્માંડા દેવીની પૂજા – અર્ચના – ભક્તિ કરવામાં આવે છે. આ દિવસે સાધક મનને ‘અનાહત ચક્ર’ કેન્દ્રિત કરવું જોઈએ. મા કુષ્માંડા દેવીના સ્વરૂપનું ધ્યાન ધરવું , માતાજીની પૂજા – ઉપાસનામાં મન એકચિત્ત રાખવું જોઈએ. મા કુષ્માંડાની ભક્તિ કરવાથી ભક્તોના સમસ્ત રોગ-શોક મટી જાય છે. તેમની ભક્તિ કરવાથી આયુષ્ય, યશ, બળ, આરોગ્યની વૃદ્ધિ થાય છે.નવરાત્રિમાં પૂર્ણ રીતે નવ દિવસના ઉપવાસ, અનુષ્ઠાન, સપ્તશતિ પાઠના ક્રમ, ઘટસ્થાપન, જવેરા પૂજન, નૈવેદ્ય ઈત્યાદિ મહત્ત્વના ઉપચારો છે. શક્તિ પૂજા ઉપરાંત, શ્રી વિનાયક ગણેશપૂજા, ગણેશયાગ, નવચંડી હવન અત્યંત સિદ્ધિદાયક છે. શ્રી સત્યનારાયણદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ અવશ્ય કરવો.
આચમન:ચંદ્ર-શનિ ચતુષ્કોણ અતિશય લાગણી પ્રધાન, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ સતત વિચારશીલ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ,વક્રી બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર