આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), બુધવાર, તા. ૩-૪-૨૦૨૪, ભદ્રા પ્રારંભ
ભારતીય દિનાંક ૧૪, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૯
પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૪મો ગોશ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૩મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૫મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરાષાઢા રાત્રે ક. ૨૧-૪૭ સુધી, પછી શ્રવણ.
ચંદ્ર મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૦, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૬, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : રાત્રેે ક.૧૯-૫૯,
ઓટ: બપોરે ક.૧૨-૧૫ ,મધ્યરાત્રિ પછી ક.૦૨-૧૯(તા.૪)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ કૃષ્ણ – નવમી. ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૯-૨૭.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ
મુહૂર્ત વિશેષ: લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા,રિક્તા તિથિમાં લગ્ન મુહૂર્ત ગ્રાહ્ય છે. ધ્રૂવદેવતાનું પૂજન,વિસ્વદેવતાનું પૂજન, ભગવાન સૂર્યનારાયણનું પૂજન,શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા,શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન,કથા વાંચન,તુલસી પૂજા, વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રીસુક્ત, પુરુષ સુક્ત,શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક,શ્રી દેવીસુક્ત પાઠ વાંચન. સપ્તશતી પાઠ વાંચન, સપ્તશતી હવન, બીલીનું વૃક્ષ વાવવું, સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિક પૂજા,માંગલિક લગ્ન મુહૂર્તમાં નવા વસ્ત્રો, આભૂષણ, મહેંદી લગાવવી.નિત્ય થતાં દસ્તાવેજ, નોકરી,વેપારનાં નિત્ય થતાં કામકાજ, ઉત્તરાભાદ્રપદામાં શુક્ર તા.૩ થી તા.૧૪ સુધી રહે છે. રૂ, કપાસ, ચૌખા, મીઠું. સોનું,ચાંદી, મોતી,ગોળ, ખાંડ,કપૂર વગેરેમાં મંદી દર્શાવે છે.ફળ,મૂળ વાળા શાકભાજીમાં તેજી આવે.
આચમન: ચંદ્ર-બુધ ચતુષ્કોણ ચાલાક સ્વભાવ, શુક્ર-નેપ્ચૂન યુતિ પ્રેમસંબંધોમાં અનિશ્ર્ચિત વલણ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ , શુક્ર-નેપ્ચૂન યુતિ, શુક્ર ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર પ્રવેશ.
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ,વક્રી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.