આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), રવિવાર, તા. ૩૧-૩-૨૦૨૪, શ્રી સંત એકનાથ ષષ્ઠી,
ભારતીય દિનાંક ૧૧, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ
સુદ-૬
પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૦મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૨મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર જયેષ્ઠા સવારે ક. ૨૨-૫૬ સુધી, પછી મૂળ.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં રાત્રે ક. ૨૨-૫૬ સુધી, પછી ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય), ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૩, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: બપોરે ક. ૧૫-૪૯, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૦૭ (તા.૧)
ઓટ: સવારેક ૦૮-૪૩, રાત્રે ક.૨૧-૨૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ કૃષ્ણ – ષષ્ઠી. શ્રી સંત એકનાથ ષષ્ઠી, ઈસ્ટર સન્ડે, સૂર્ય રેવતીમાં સવારે ક.૦૭-૫૦. શુક્ર મીનમાં સાંજે ક. ૧૬-૪૭. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૧-૩૨. વિંછુડો સમાપ્તિ રાત્રે ક. ૨૨-૫૭.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: જયેષ્ઠા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, વ્યતિપાત જન્મયોગ શાંતિ પૂજા, સર્વશાંતિ પૂજા, વિશેષરૂપે બુધ ગ્રહદેવતાનું પૂજન, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, ઈન્દ્રદેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, નિત્ય થતાં ખેતીવાડી, પશુ લે-વેંચના કામકાજ, હજામત, ચંદ્ર બળ જોઈ પ્રયાણ, ગાયત્રી જાપ, પૂજા, હવન, મહત્ત્વના આયોજનો, અધૂરા કામકાજ પૂરા કરવા માટે નિશ્ર્ચય કરવો. કાર્યો પૂરા કરવા.
આચમન: ચંદ્ર-રાહુ ત્રિકોણ સાહસિક સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ત્રિકોણ
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-કુંભ/મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.