(દક્ષિણાયન સૌર શરદઋતુ), રવિવાર, તા. ૧-૧૦-૨૦૨૩, તૃતીયા શ્રાદ્ધ
ભારતીય દિનાંક ૯, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૨
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૨
પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૫મો દએપમહેર, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૫મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૬મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર અશ્ર્વિની રાત્રે ક. ૧૯-૨૭ સુધી, પછી ભરણી.
ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર.
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૨ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૬ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૨-૪૮, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૩૫ (તા. ૨)
ઓટ: સવારે ક. ૦૬-૩૮, રાત્રે ક. ૧૯-૦૨
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – દ્વિતીયા. તૃતીયા શ્રાદ્ધ, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૦-૩૪, બુધ ક્ધયામાં રાત્રે ક. ૨૦-૩૪. શુક્ર માર્ગી થઈને સિંહમાં ક. ૨૪-૫૮ (તા. ૨)
મુહૂર્ત વિશેષ: ગાયત્રી માતાનું પૂજન, જાપ,અશ્ર્વિની કુમારદેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નવા ઔષધ ઉપચાર, કેતુ ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, નવાં વસ્રો, આભૂષણ, નિત્ય થતાં દુકાન-વેપારના કામકાજ, ધાન્ય ભરવું. બુધના અભ્યાસ મુજબ સોનું-ચાંદી વગેરે ધાતુ, ગોળ, ખાંડ, સાકર, હળદર, ઘઉં, જવ, ચણા વગેરેમાં તેજી આવે. રૂમાં મંદી થાય, કેટલેક ઠેકાણે અત્યંત વાયુવંટોળ, ચક્રાવાત પેદા થાય. શુક્રના અભ્યાસ મુજબ સોનું-ચાંદી તાંબું, ઘઉં, જવ, ચણા, મજીઠ, લાલ ચંદન, લાલ મરચું વગેરે લાલ વસ્તુઓ તથા રસાદિ પદાર્થો તથા જાનવરોના વેપારના ભાવમાં વધારો થાય. વાયુ વંટોળ, ચક્રાવાત દેખાય. વરસાદ ઓછો જણાય.
સંક્ષિપ્ત ગ્રહ દર્શન: ગ્રહના ઉદય અસ્ત: ચંદ્ર ઉદય: ક. ૧૯-૧૬, ચંદ્ર અસ્ત: ક. ૦૭-૧૦, બુધ અસ્ત: ક. ૧૭-૪૨ શુક્ર ઉદય: ક.૦૩-૨૩, અસ્ત: ક. ૧૫-૫૪, મંગળ ઉદય: ક. ૦૭-૩૫, અસ્ત: ક. ૧૯-૧૨, ગુરુ ઉદય: ક. ૨૦-૨૮, અસ્ત: ક. ૦૯-૧૩, શનિ ઉદય: ક.૧૬-૩૬, અસ્ત: ક. ૦૩-૫૮ (તા. ૧લીએ સૂર્યોદયના સમયે ક્ધયા રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે મીન રાશિ લગ્ન ઉદિત થાય છે.)
શ્રાદ્ધ પર્વ: તૃતીયા તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજરોજ કરવું. ત્રીજનું શ્રાદ્ધ પાપોનો નાશ કરે અને શત્રુથી બચાવે છે. મૃત્યુ એ જીવનનું સત્ય છે. જન્મ પછી મૃત્યુ ઈશ્ર્વરે નક્કી કરેલ છે. મૃત્યુ જીવનનું આ એક અત્યંત મહત્ત્વનું તત્ત્વ છે. શ્રાદ્ધમાં રુચિ, શ્રદ્ધા લાવવાથી મૃત્યુનું મહત્ત્વ સમજાય છે. અને તે દ્વારા જીવન જીવવાનો ઉત્સાહ વધે છે. શ્રાદ્ધ પક્ષમાં નિત્ય વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવો. નમો ભગવતે વાસુદેવાયના જાપ કરવા.
આચમન ચંદ્ર-શનિ અર્ધત્રિકોણ કર્મંઠ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ અર્ધત્રિકોણ
ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-ક્ધયા, બુધ-સિંહ/ક્ધયા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક/સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ