આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), શનિવાર, તા. ૩૦-૩-૨૦૨૪, રંગપંચમી, શ્રી જયંતી
ભારતીય દિનાંક ૧૦, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૫
પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૮મો રશ્ને, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૦મો આવાં, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૯મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૧મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર અનુરાધા રાત્રે ક. ૨૨-૦૩ સુધી, પછી જયેષ્ઠા.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય),
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૫, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૨, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: બપોરેે ક.૧૫-૪૯, મધ્યરાત્રિ પછી ક.૦૩-૦૭ (તા.૧)
ઓટ: સવારેક૦૮-૪૩, રાત્રે ક.૨૧-૨૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ કૃષ્ણ – પંચમી. રંગપંચમી, શ્રી જયંતી, બીજોય ગોવિંદ હલદંકર (મણિપુર), વિંછુડો.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, ભૂમિ-ખાત, શનિગ્રહ દેવતાનું પૂજન, હનુમાનજીનું પૂજન, હનુમાન ચાલીસા પાઠ વાંચન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, સુંદરકાંડ પાંઠ વાંચન, બજરંગબાણ પાઠ વાંચન, રામચરિત વાંચન, રામ પરિવાર પૂજા, અગ્નિપૂજા, નાગકેસરના ઔષધીય પ્રયોગો, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું. માંગલિક પ્રસંગે નવા વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, નવાં વાસણ, નિત્ય થતાં દસ્તાવેજ પશુ લે-વેંચના કામકાજ, બી વાવવું, પ્રાણી પાળવા, સમૂહમાં મંડળોમાં રહીને કામકાજ કરવા. વિજ્ઞાન, અધ્યાત્મ તત્ત્વજ્ઞાનના વિષયોનો અભ્યાસ કરવો, સંશોધન કરવા, ધ્યાન યોગ, આસન, પ્રાણાયામ, કુદરતી સૌન્દર્યના સ્થળોની મુલાકાત, પ્રવાસ, પર્યટન, વિદેશ પ્રવાસની પૂર્વતૈયારીઓ, મિત્રો સાથેની મુલાકાત, આરોગ્ય જાળવણી માટેના પ્રયત્નો. હિસાબકિતાબ પૂર્ણ કરવા. સંસ્થા, કંપનીના સ્ટાફ માટેના કામકાજ કરવા. વન વગડા, જંગલ, નદી, સરોવર, પ્રાચીન અવશેષો, કિલ્લા મંદિરોની મુલાકાત લેવી.
આચમન: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ અવાર નવાર વિખવાદ થયા કરે, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ સામાજિક પ્રતિષ્ઠા મેળવે. ચંદ્ર-શનિ ચતુષ્કોણ કાર્યક્ષેત્રે મંદ પ્રગતિ, ચંદ્ર-રાહુ ત્રિકોણ પ્રવાસનો શોખ , ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ નિર્ણયો લેવામાં આળસ. ચંદ્ર-બુધ ત્રિકોણ ભાષાવિદ્, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ ચાલબાજીવાળા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-બુધ ત્રિકોણ (તા. ૧લી), ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ (તા. ૧)
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ,
રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-મીન, પ્લુટો-મકર.