આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), શુક્રવાર, તા. ૨૯-૩-૨૦૨૪
ગુડ ફ્રાઇડે, વિંછુડો પ્રારંભ
ભારતીય દિનાંક ૯, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૪
પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૮મો આવાં,
સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૯મો આદર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૮મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૦મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર વિશાખા રાત્રે ક. ૨૦-૩૫ સુધી, પછી અનુરાધા.
ચંદ્ર તુલામાં બપોરે ક. ૧૪-૦૮ સુધી, પછી વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત), વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૬, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૨, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: બપોરેે ક.૧૫-૦૫,મધ્યરાત્રિ પછી ક.૦૨-૩૭(તા.૩૦)
ઓટ: સવારેક.૦૮-૦૯,રાત્રે ક.૨૦-૪૩
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ કૃષ્ણ – ચતુર્થી. ગુડ ફ્રાઇડે, વિંછુડો પ્રારંભ બપોરે ક. ૧૪-૦૯.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન-કથા વાંચન. તુલસી પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત પાઠ વાંચન, શ્રીસુક્ત-પુરુષસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, નવાં વસ્ત્રોે આભૂષણ સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વિશેષ રૂપે ગુરુ ગ્રહદેવતાનું પૂજન, ઈંન્દ્ર, અગ્નિ પૂજા, નિત્ય થતાં પશુ લે-વેચનાં કામકાજ.
આચમન: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ અચોક્કસ વિચારોનાં, ચંદ્ર-શુક્ર ત્રિકોણ કળાપ્રેમી, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ. સંગીતપ્રિય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ.
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.