આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), બુધવાર, તા. ૨૭-૩-૨૦૨૪
સંત તુકારામ બીજ
ભારતીય દિનાંક ૭, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૨
પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૭મો મેહેર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૬મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૮મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર ચિત્રા સાંજે ક. ૧૬-૧૫ સુધી, પછી સ્વાતિ.
ચંદ્ર તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૮, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૧, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: બપોરેે ક.૧૩-૨૨,મધ્યરાત્રિ પછી ક.૦૧-૧૬(તા.૨૮)
ઓટ: સવારેક.૬-૫૨,રાત્રે ક.૧૯-૦૩
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ કૃષ્ણ – દ્વિતીયા. સંત તુકારામ બીજ, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૩૦-૦૫ (તા. ૨૭)
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, ઉપનયન, ભૂમિ પૂજન-ખાત મુહૂર્ત, કળશ પ્રવેશ – વાસ્તુશાંતિ, શ્રી ગણેશ વિષ્ણુ-લક્ષ્મી પૂજા, મંગળ-બુધ ગ્રહ દેવતાનું પૂજન, વિદ્યારંભ, પ્રથમ વારનાં નવાં વસ્ત્રો-નવાં આભૂષણ, નવા વાસણ, ઘરની સજાવટ કરવી. પશુ લે-વેચ, પ્રથમ વાહન, નૌકા, યંત્ર, દસ્તાવેજ, દુકાન-વેપાર, માલ લેવો, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું. સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, નામકરણ, અન્નપ્રાશન, દેવ દર્શન, બીલીનું વૃક્ષ વાવવું. અન્ય વૃક્ષ વાવવા. આરોગ્ય જાળવણીનાં પ્રયત્નો કરવાં. મૌલિક રચનાત્મક કાર્યો કરવાં, કળા, કૌશલ્યની પ્રવૃત્તીઓ કરવી. સ્ટેજ નાટક, નૃત્યની પ્રવૃત્તિ કરવી. આધ્યાત્મ, યોગ-આસન-કસરતની પ્રવૃત્તિ, આચમન: ચંદ્ર-મંગળ ત્રિકોણ કર્મઠ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ત્રિકોણ, ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.