આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શુક્રવાર, તા. ૨૨-૩-૨૦૨૪પ્રદોષ
ભારતીય દિનાંક ૨, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૧૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૧૦મો આવા, માહે ૮મો આવાં,
સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૦મો આવા, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨જો બેહમન, માહે ૧લો ફરવરદીન,
સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૧મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૩મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર મઘા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૭ સુધી, પછી પૂર્વાફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૦, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક.૧૦-૦૩, રાત્રે ક. ૨૨-૪૫
ઓટ: બપોરે ક. ૧૫-૫૭, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૫૪
(તા. ૨૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ શુક્લ – ત્રયોદશી. પ્રદોષ, ત્રયોદશી વૃદ્ધિતિથિ છે.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી ગણેશ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી, શ્રી સૂર્યનારાયણ ભગવાનનું પૂજન, મઘા જન્મ નક્ષત્ર શાંતિ પૂજા, સર્વ શાંતિ પૂજા, પિતૃ પૂજન, વડનું પૂજન, બી વાવવું, નિત્ય થતાં સ્થાવર મિલકતનાં લેવડ દેવડનાં કામકાજ. પ્રદોષ વ્રત ઉપવાસ, શિવ પાર્વતી પૂજા, જપ-નામઽભક્તિ -ભજન -રાત્રિ જાગરણ, શિવ કથા વાંચન.
આચમન: ચંદ્ર-મંગળ પ્રતિયુતિ કજિયાખોર.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ પ્રતિયુતિ.
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.