પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), શનિવાર, તા. ૧૬-૩-૨૦૨૪
શનિ રોહિણી અમૃતસિદ્ધિ યોગ
ભારતીય દિનાંક ૨૬, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૭
પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૪થો શહેરેવર, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ગાથા ૨ ઉશ્તવદ સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૫મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૭મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર રોહિણી સાંજે ક. ૧૬-૦૫ સુધી, પછી મૃગશીર્ષ.
ચંદ્ર વૃષભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૦ સુધી (તા. ૧૭મી), પછી મિથુનમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૯, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૭, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સાંજે ક. ૧૬-૪૯, મધ્યરાત્રિ પછી ક. ૪-૦૯ (તા. ૧૭)
ઓટ: સવારે ક. ૦૯-૩૫, રાત્રે ક. ૨૨-૪૫
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ શુક્લ – સપ્તમી. શનિ રોહિણી અમૃતસિદ્ધિ યોગ સૂર્યોદયથી સાંજે ક. ૧૬-૦૫ (પ્રયાણે વર્જ્ય), હોળાષ્ટક પ્રારંભ રાત્રે ક. ૨૧-૩૮, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૧-૩૮. શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, ભૂમિ-ખાત, વાસ્તુકળશ, શ્રી વિનાયક પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ધ્રુવ દેવતાનું પૂજન, હનુમાન ચાલિસા-સુંદરકાંડ પાઠ વાંચન, શનિ દેવતાનું પૂજન, સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિક પૂજા, મંદિરમાં પાટ અભિષેક પૂજા, ધજા કળશ પતાકા ચઢાવવી. આજે રાત્રે ક.૨૧-૩૮ પછી તા.૨૫ પૂનમ બપોરે ક.૧૨.૨૯ સુધીના હોળાષ્ટકમાં સાંસારિક માંગલિક કાર્યો વર્જ્ય છે. પરંતુ લોકવાયકાથી જન સમાજ હોળાષ્ટકનાં આ કમુહૂર્તામાં અન્ય કાર્યો વર્જ્ય માને છે. આજે લગ્ન આદિ શુભ મુહૂર્ત પ્રસંગ નિમિત્તે નવાં વસ્ત્રો-આભૂષણ,નવી નોકરી, દુકાન, વેપાર, નવી કંપનીનો પ્રારંભ, નવું બેંક એકાઉંટ ખોલાવવું , નાણાં વ્યવહાર મિત્રતા કરવી. સ્થિર કાર્યો, મુંડન કરાવવું નહીં. બગીચો બનાવવો, બી વાવવું, ખેતીવાડી ધાન્ય વેચવું, લાંબા સમયનાં ઉપયોગી કામકાજ. નૂતન ગ્રહ પ્રવેશ થઇ શકે છે. વન-વગડા-ખેતર-તળાવ-સરોવર-નદી-પર્વત-તીર્થ આદિ પ્રવાસ પર્યટન. આજે ત્રિનો ભદ્રા દોષ ગ્રાહ્ય નથી. શનિ રોહિણી અમૃત સિદ્ધિ યોગમાં નવા ઘરનાં બાંધકામનો પ્રારંભ કરવો, ખાત મુહૂર્ત, લક્ષ્મી પૂજન, કુબેર યંત્ર પૂજન, શ્રી યંત્ર, બ્રહ્મલીન હરિહરપંડિત મહેસાણાવાળા સંશોધિત પ્રણિત રિદ્ધિ સિદ્ધિ દાયક શ્રી ગણેશયંત્ર પ્રાણ પ્રતિષ્ઠા પૂજા, કુબેર યંત્ર, બગલાસમુખી માળા અનુષ્ઠાન, કનકધારા યંત્ર, સપ્તશતી પાઠ, બ્રાહ્મણ દ્વારા સત્યનારાયણ દેવતાનું પૂજન. રુદ્રી અભિષેક પૂજાનો મહિમા છે. આચમન: ચંદ્ર-મંગળ ત્રિકોણ સાહસિક સ્વભાવ. ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ત્રિકોણ (તા. ૧૭)
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button