આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), ગુરુવાર, તા. ૧૪-૩-૨૦૨૪
ભારતીય દિનાંક ૨૪, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૫
પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨જો બેહમન, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૩૦મો અનેરાન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ,
સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૩જો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૫મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર ભરણી સાંજે ક. ૧૬-૫૫ સુધી, પછી કૃત્તિકા.
ચંદ્ર મેષમાં રાત્રે ક. ૨૨-૩૯ સુધી, પછી વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ), વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૧, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૭, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૫-૦૫, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૪૮ (તા. ૧૫)
ઓટ: સવારે ક. ૦૮-૨૧, રાત્રેે ક. ૨૦-૪૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ શુક્લ – પંચમી. સૂર્ય મીનમાં બપોરે ક. ૧૨-૩૭, મીન માસારંભ, સંક્રાંતિ પુણ્યકાળ મધ્યાહ્નથી સૂર્યાસ્ત.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી ગુરુ દત્તાત્રેય પૂજન ,યમ દેવતાનું પૂજન,નાગ દેવતાનું પૂજન,માલ વેચવો,આમલીનું વૃક્ષ વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, સૂર્ય મીન સંક્રમણ પુણ્યકાળમાં તીર્થ સ્નાન, પ્રાયશ્ર્ચિત સ્નાન, ત્રિપંડી શ્રાધ્ધ, સૂર્ય, વિષ્ણુ, પિતૃ તર્પણ, જપ, તપ, દાન, વૃક્ષા રોપણ. આગામી એક માસમાં કપાસ, રૂ, ચાંદી, સોનુ, ગોળ, ખાંડ, સાકર, અળસી, તલ, તેલ, સરસવ વગેરેમાં તેજી તથા અન્નાદિ પદાર્થમાં તેજી પછી મંદી આવશે.
આચમન: ચંદ્ર-હર્ષલ યુતિ અસ્થિર મન, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ અવિચારી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ યુતિ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ.
ગ્રહગોચર: સૂર્ય-કુંભ/મીન, મંગળ-મકર, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.