પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શુક્રવાર, તા. ૮-૩-૨૦૨૪, મહાશિવરાત્રિ, મહાપર્વ
ભારતીય દિનાંક ૧૮, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૧૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૮મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર શ્રવણ સવારે ક. ૧૦-૪૦ સુધી, પછી ઘનિષ્ઠા.
ચંદ્ર મકરમાં રાત્રે ક. ૨૧-૧૯ સુધી, પછી કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૭, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૪, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૦-૧૬, રાત્રે ક. ૨૩-૦૯
ઓટ: બપોરે ક. ૧૬-૨૨, મધ્યરાત્રિ પછી ક.૦૫-૧૧ (તા. ૯)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માઘ- કૃષ્ણ ત્રયોદશી. મહાશિવરાત્રિ – શિવપૂજન, પ્રદોષ, નિશિથકાલ મધ્યરાત્રે ક. ૨૪-૨૫થી ૨૫-૧૩. પ્રથમ પ્રહર – સાંજે ક. ૧૮-૪૨. દ્વિતીય રાત્રે ક. ૨૧-૪૫, તૃતીય મધ્યરાત્રે ક. ૨૪-૪૮, ચતુર્થ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૫૧. પંચક પ્રારંભ રાત્રે ક. ૨૧-૧૯. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૧-૫૭.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: વાસ્તુકળશ, શુક્ર-ચંદ્ર-મંગળ ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ, શ્રી શિવ પરિવાર પૂજા, ચંદ્રગ્રહદેવતાનું પૂજન, આંકડાના વૃક્ષનું પૂજન, વાહન, દુકાન-વેપાર, રત્ન, વાસણ, વૃક્ષ રોપવા, બગીચો બનાવવો, રાજ્યાભિષેક, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ પતાકા ચઢાવવી, શાંતિ પૌષ્ટિક સર્વ શાંતિ પૂજા, નામકરણ, દેવદર્શન, અન્ન પ્રાશન, ખેતીવાડી, પ્રયાણ શુભ, નવાં વસ્રો, આભૂષણ, મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શિવતીર્થ, નદીતીર્થ, યાત્રા, સ્નાન જપ, તપ, રાત્રિ જાગરણ, શિવભક્તિ, ભજન, કીર્તન, સાધુ સંત, બ્ર્ાાહ્મણ ભોજન દાન ઈત્યાદિનો મહિમા તીર્થના બ્ર્ાાહ્મણ પૂજન, ભોજન, વસ્ર દાનનો મહિમા, વન વગડા, નદી પર્વ ઈત્યાદિ વિહાર, પ્રવાસ, જપ, તપનો મહિમા. જન્મકુંડળીમાં ચંદ્ર-મંગળ-શનિ-રાહુના અશુભ યોગો હોય તેમણે મહાશિવરાત્રિની શિવભક્તિ ઉપાસના, જાપ, અવશ્ય કરવા. બ્રાહ્મણ દ્વારા રુદ્રાભિષેક. ષોડ્શોપચાર વિધિ સહિત અવશ્ય કરવા. મહાશિવરાત્રિ અને પ્રદોષ પર્વનો ઉપવાસ શિવભક્તિ, રાત્રિ જાગરણ.
આચમન: ચંદ્ર-મંગળ યુતિ મનને જાગૃત સરળતાથી કરી શકે. ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ કાર્યક્ષેત્રે અચાનક પરિવર્તન, બુધ-નેપ્ચૂન યુતિ સાહિત્યમાં પારંગતતા, ચંદ્ર-શુક્ર યુતિ લાગણીશીલ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ યુતિ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, બુધ-નેપ્ચૂન યુતિ, ચંદ્ર-શુક્ર યુતિ (તા. ૯)
ગ્રહગોચર: સૂર્ય-કુંભ , મંગળ-મકર, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.