આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), ગુરુવાર, તા. ૭-૩-૨૦૨૪,
વિજયા એકાદશી (ભાગવત)
ભારતીય દિનાંક ૧૭, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૩મો દએપદીન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ,
સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૫મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૭મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરાષાઢા બપોરે ક. ૧૩-૦૨ સુધી, પછી શ્રવણ.
ચંદ્ર મકરમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૮, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૪, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૦૯-૧૬, રાત્રે ક. ૨૨-૩૦
ઓટ: બપોરે ક. ૧૫-૨૬, મધ્યરાત્રિ પછી ક.૦૪-૩૨ (તા. ૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માઘ- કૃષ્ણ દ્વાદશી. વિજયા એકાદશી (ભાગવત) (પેંડા), શ્રવણોપવાસ, બુધ મીનમાં સવારે ક. ૦૯-૩૪, શુક્ર કુંભમાં સવારે ક. ૧૦-૪૫.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, ભૂમિ-ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, સીમંત સંસ્કાર, નવાં વસ્રો, આભૂષણ, મહેંદી, નવી દુકાન-વેપાર, રત્ન ધારણ, વાહન, વિશ્ર્વદેવતા, ધ્રુવ દેવતા, સૂર્યનારાયણનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પ્રયાણ મધ્યમ, મુંડન કરાવવું નહીં. અન્નપ્રાશન, દેવદર્શન, નવાં વસ્રો, આભૂષણ, દસ્તાવેજ બનાવવા, મિત્રતા કરવી, લાંબા સમયના ઉપયોગી કાર્યો, પ્રાણી પાળવા, નવી તિજોરીની સ્થાપના કરવી.
આચમન: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ અર્થવ્યવસ્થામાં સતત સુધારો થયા કરે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ (તા. ૮)
ગ્રહગોચર: સૂર્ય-કુંભ, મંગળ-મકર, બુધ-કુંભ/મીન ગુરુ-મેષ, શુક્ર-મકર/ કુંભ, શનિ-કુંભ , રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.