પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદઋતુ), ગુરુવાર, તા. ૨૮-૯-૨૦૨૩,
અનંત ચતુર્દશી, વ્રતની પૂનમ
ભારતીય દિનાંક ૬, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૧૪
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૪મો ગોશ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૨મો મોહોર, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૨મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૩મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાભાદ્રપદા મધ્યરાત્રે ક. ૨૫-૪૭ સુધી (તા. ૨૯) પછી ઉત્તરા ભાદ્રપદા.
ચંદ્ર કુંભમાં રાત્રે ક. ૨૦-૨૭ સુધી, પછી મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ), મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૧ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૯ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૧૧-૦૦, રાત્રે ક. ૨૩-૨૪
ઓટ: સાંજે ક. ૧૭-૦૮ મધ્યરાત્રિ પછી ક. ૦૫-૧૫ (તા. ૨૯)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – ચતુર્દશી. અનંત ચતુર્દશી, વ્રતની પૂનમ, ઈન્દ્ર ગોવિંદપૂજા (ઓરિસ્સા), ઈદે મિલાદ (મુસ્લિમ), પંચક, ભદ્રા બપોરે ક. ૧૮-૪૯ થી ૨૮-૦૫. સૂર્ય મહાનક્ષત્ર હસ્ત, વાહન દેડકો
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: અનંત ચતુર્દશી મહાઉત્સવ અનેરો મહિમા ધરાવે છે. શ્રી ગણેશ, સાર્વજનિક ઉત્સવના શ્રી ગણેશની વિદાય, વ્રતની પૂનમનો ઉપવાસ, અનંત ચતુર્દશી અને શ્રી દત્ત પૂજાનો વિશેષ મહિમા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન તથા વાંચન શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસીપૂજા, શ્રી પુરુસુક્ત, શ્રીસુક્ત ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, અજૈકપાદ દેવતાનું પૂજન, ગુરુદેવતાનું પૂજન, આંબો વાવવો, ખેતીવાડી, નિત્ય થતાં પશુ લે-વેંચના કામકાજ.
શ્રી ગણેશ મહિમા: નર ગજના સ્વરૂપ પ્રાપ્ત કરી ગણેશજી જીવનમાં સંયોજક ક્ષમાહારક, સમન્વયકારક અને સંશ્ર્લેષક બુદ્ધિની પ્રાપ્તિ માટેનું મૂળ સ્વરૂપ જણાય છે. શ્રી ગણેશજીની આકૃતિ જીવતત્ત્વ અને ઈશ્ર્વરતત્ત્વના પ્રેરણાસ્તોત્ર છે. જ્ઞાનીઓ માટે વધુ ને વધુ જ્ઞાન અને ભક્તિ દ્વારા ઈશ્ર્વર તરફના પ્રયાણને જાળવી રાખવા શ્રી ગણેશભક્તિ અનિવાર્ય છે. શ્રી ગણેશની ભક્તિ, કીર્તન, નામસ્મરણ માટેની તક આપતું આ મહાપર્વ હજારો વર્ષથી મહિમાવંત છે.
આચમન: ચંદ્ર-બુધ પ્રતિયુતિ પર્યટન – પ્રવાસનો શોખ, ચંદ્ર-નેપ્ચ્યૂન યુતિ ભાવનાપ્રધાન.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ પ્રતિયુતિ, ચંદ્ર-નેપ્ચ્યૂન યુતિ, ચંદ્ર પૃથ્વીથી અત્યંત નજીક આવે છે.
ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા મંગળ-ક્ધયા, બુધ-સિંહ,
વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ

(દક્ષિણાયન સૌર શરદઋતુ), શુક્રવાર,
તા. ૨૯-૯-૨૦૨૩, અંબાજીનો મેળો, ભાગવત સપ્તાહ,
પ્રતિપદા શ્રાદ્ધ, સમાપ્તિ.
ભારતીય દિનાંક ૭, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૧૫
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૫
પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૩મો તીર, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૩મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૪મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા રાત્રે ક. ૨૩-૧૭ સુધી, પછી રેવતી.
ચંદ્ર મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૧ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૮ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૧-૩૭, મધ્યરાત્રે ક. ૦૦-૦૮
ઓટ: સાંજે ક. ૧૭-૪૯, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૫૮ (તા. ૩૦)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – પૂર્ણિમા. પૌષ્ઠપદી પૂર્ણિમા, અંબાજીનો મેળો, ભાગવત સપ્તાહ સમાપ્તિ. સંન્યાસીના ચાતુર્માસ સમાપ્તિ. ગોત્રિ-રાત્રિ વ્રત સમાપન, અન્વાધાન, પંચક, મહાલય શ્રાદ્ધારંભ, પ્રતિપદા શ્રાદ્ધ, સૂર્યોદય. સૂર્ય મહાનક્ષત્ર હસ્ત, વાહન દેડકો
મુહૂર્ત વિશેષ: શનિ દેવતાનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, પાટ-અભિષેક પૂજા. તા. ૨૯થી ૬ ઓક્ટો સુધીમાં અડદ, મગ, મઠ, મસૂર, તુવેર વગેરેમાં સાધારણ તેજી આવે, ચાંદીમાં મંદી, રૂમાં વધઘટ થઈ છેલ્લે મંદી આવે.
શ્રાદ્ધ પર્વ: આજથી ભાદ્રપદના શ્રાદ્ધ પર્વ કર્મનો પ્રારંભ થાય છે. આજે એકમનું શ્રાદ્ધ કરવું.આજથી તા.૧૪ ઓક્ટો.પર્યંત છે. તા. ૨૯મીએ એકમનું શ્રાદ્ધ, તા. ૩૦મીએ બીજનું, તા.૧લીએ ત્રીજનું, તા.૨જીએ ચોથનું, તા. ૩જીએ પાંચમનું, તા.૪થીએ છઠ્ઠનું, તા.૫મીએ સાતમનું, તા.૬ઠ્ઠીએ આઠમનું, તા. ૭મીએ નવમીનું, સૌભાગ્યવતીનું, તા. ૮મીએ દશમનું, તા. ૯મીએ એકાદશીનું, તા.૧૦મીએ મઘા શ્રાદ્ધ, તા,૧૧મીએ બારશનું, સંન્યાસીનું શ્રાદ્ધ, તા. ૧૨મીએ તેરસનું, તા.૧૩મીએ ચતુર્દશીનું, શસ્ત્રોથી મરેલાનું શ્રાદ્ધ. તા.૧૪મીએ સર્વપિત્રી અમાસ, પૂનમ-અમાસનું શ્રાદ્ધ.
આચમન: ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ મન અને આત્માને જાગૃત રાખવા માટે સતત સતર્ક, શુક્ર-હર્ષલ ચતુષ્કોણ કલ્પનાઓમાં રાચનાર.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ, શુક્ર-હર્ષલ ચતુષ્કોણ, બુધ ઉત્તરા ફાલ્ગુનીમાં પ્રવેશ. ભાદ્રપદ પૂર્ણિમા યોગ.
ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા મંગળ-ક્ધયા, બુધ-સિંહ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?