આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), બુધવાર, તા. ૨૮-૨-૨૦૨૪, સંકષ્ટ ચતુર્થી
ભારતીય દિનાંક ૯, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૪
પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૫મો દએપમહેર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૭મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૯મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર હસ્ત સવારે ક. ૦૭-૩૨ સુધી, પછી ચિત્રા. (ચંદ્ર-ચિત્રા યુતિ)
ચંદ્ર ક્ધયામાં રાત્રે ક. ૨૦-૫૯ સુધી, પછી તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૦, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૨, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૪-૧૬, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૧૮ (તા. ૨૯)
ઓટ: સવારે ક. ૦૭-૫૬, રાત્રે ક. ૧૯-૪૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માઘ- કૃષ્ણ ચતુર્થી. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ક. ૨૧-૪૯. શ્રી સંકલ્પસિદ્ધિ ગણેશ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ (ગોરેગાંવ-મુંબઈ)
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ
મુહૂર્ત વિશેષ: લગ્ન મુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ. સંકષ્ટ ચતુર્થી નિમિત્તે ઉપવાસ, શ્રી ગણેશ પૂજા, જાપ, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, હવન, મંગળ-બુધ ગ્રહ દેવતાનું પૂજન, બિલીનું વૃક્ષ વાવવું, ગૃહપ્રવેશ, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, નવા વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, નવા વાસણ, પશુ લે-વેંચ, પ્રથમ વાહન, યંત્ર, નૌકા, દસ્તાવેજ, દુકાન-વેપાર, માલ લેવો, બી વાવવું, ધાન્ય ભરવું. સર્વ શાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા વાંચન.
આચમન: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ મતલબી, સૂર્ય-બુધ યુતિ મહેનતુ સ્વભાવ, બુધ-શનિ યુતિ સંકુચિત મનના, સૂર્ય-શનિ યુતિ સહાનુભૂતિ વિનાના.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ, સૂર્ય-બુધ યુતિ, બુધ-શનિ યુતિ, સૂર્ય-શનિ યુતિ (તા. ૨૯) મંગળ ઉત્તરાષાઢા પ્રવેશ. ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી દક્ષિણે થશે. સૂર્ય-બુધ બર્હિયુતિ થાય છે. ચંદ્ર-ચિત્રા યુતિ
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ (શતતારા), મંગળ-મકર, બુધ-કુંભ ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ (અસ્ત) રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.