આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદઋતુ), બુધવાર, તા. ૨૭-૯-૨૦૨૩, પ્રદોષ
ભારતીય દિનાંક ૫, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૧૩
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૩મો તીર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૧મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૨મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર ઘનિષ્ઠા સવારે ક. ૦૭-૦૯ સુધી, પછી શતભિષા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૮ સુધી (તા. ૨૮), પછી પૂર્વાભાદ્રપદા.
ચંદ્ર કુંભમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ).
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૧ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૦ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૧૦-૧૯, રાત્રે ક. ૨૨-૩૭
ઓટ: સાંજે ક. ૧૬-૨૭, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૨૯ (તા. ૨૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – ત્રયોદશી. પ્રદોષ, ગૌત્રી-રાત્રિ વ્રતારંભ, પંચક, સૂર્ય મહાનક્ષત્ર હસ્તમાં સવારે ક. ૧૮-૫૪, વાહન દેડકો (સંયોગિયું નથી.).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: મંગળ-બુધ ગ્રહદેવતાનું પૂજન વિશેષરૂપે શિવ-પાર્વતી પૂજા, રુદ્રાભિષેક પૂજા, શિવમંદિરોમાં પ્રદોષ પર્વની વિશેષ પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, રાહુ-વરુણ ગ્રહદેવતાનું પૂજન, કદંબનું વૃક્ષ વાવવું, પ્રદોષ, વ્રત ઉપવાસ, વસુદેવતાનું પૂજન, સર્વશાંતિ શાંતિ પૌષ્ટિક, રાજ્યાભિષેક, પાટઅભિષેક, ધજા, કળશ પતાકા ચઢાવવી, બગીચો બનાવવો, અગાઉ વાસ્તૂપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, પ્રયાણ મધ્યમ, પરદેશગમનનું પસ્તાનું, નવાં વસ્ર, આભૂષણ, નોકરી-દુકાન-વેપાર, વાહન સવારી, રત્ન ધારણ વિદ્યારંભ, નામકરણ દેવદર્શન, અન્નપ્રાશન, ધાન્ય ભરવું, ધાન્ય વેંચવું, બી વાવવું, વૃક્ષ રોપવા.
શ્રી ગણેશ મહિમા: ગણપતિના મસ્તકમાં જુદા જુદા અવયવો દ્વારા આપણને અનેક રીતે મહાન બનવાની પ્રેરણા મળે છે. ગણેશજીના ગજાનંદ એમ નામ માત્રથી જગતની ઉત્પતિ સ્થિતિ અને લયના કર્તા શ્રી ગણેશ છે. એવું પ્રતીત થાય છે. મસ્તક એ શરીરનો મહત્ત્વનો ભાગ હોય તેને ઉત્તમ અંગ પણ કહી શકાય. મનુષ્યનું મસ્તક તેના વ્યક્તિત્વનો પરિચય આપે છે તેમ શ્રી ગણેશના ગજમુખ દ્વારા તેમનું સામર્થ્ય, સ્વભાવ અને મહાનતાની પ્રતિતી થાય છે. શ્રી ગણેશની વાંકી સૂંઢ, મુખાકૃતિ, પેટ એમ સમગ્ર શરીરની આકૃત્તિ ઓંકાર કે પ્રણવ સાથે સામ્યતા ધરાવે છે. આમ શ્રી ગણેશ ઓંકારનું જ સ્થૂળ, પ્રત્યક્ષ સ્વરૂપ દર્શાવે છે. ગજમુખ ધરાવનાર શ્રી ગણેશ પરમાત્માના મહિમાને કોઈ વિશિષ્ટ રીતે પ્રગટ કરે છે અને આમ તે ખરેખર પ્રત્યક્ષ બ્ર્ાહ્મ જ છે એમ પ્રતીત થાય છે.
આચમન: ચંદ્ર-શનિ યુતિ બહુ પહોંચેલા
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ યુતિ, સૂર્ય હસ્ત નક્ષત્રમાં.
ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-ક્ધયા, બુધ-સિંહ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.