આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), શનિવાર, તા. ૧૭-૨-૨૦૨૪,
દુર્ગાષ્ટમી, ખોડિયારમા જયંતી
ભારતીય દિનાંક ૨૮, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૮
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૮
પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૪થો શહેરેવર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૮મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર કૃત્તિકા સવારે ક. ૦૮-૪૫ સુધી, પછી રોહિણી.
ચંદ્ર વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૭, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૧, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૬, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સાંજે ક. ૧૮-૪૧, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૩ (તા. ૧૮)
ઓટ: સવારે ક. ૧૧-૧૮, મધ્યરાત્રે ક. ૦૦-૪૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, માઘ – શુક્લ અષ્ટમી. દુર્ગાષ્ટમી, ખોડિયારમાં જયંતી, શનિ રોહિણી અમૃતસિદ્ધિ યોગ સવારે ક.૦૮-૪૬થી સૂર્યોદય (પ્રયાણે વર્જ્ય)
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: લગ્ન મુહૂર્ત, ભૂમિ-ખાત, વાસ્તુકળશ,,યમ દેવતાનું પૂજન,આમલીનું વૃક્ષ વાવવું,માલ વેચવો,ખેતીવાડી,ધાન્ય ઘરે લાવવું,સૂર્ય-અગ્નિ દેવતાનું પૂજન,ઉંબરાનં વૃક્ષ વાવવું,સપ્તશતી પાઠ વાંચન,હવન,શનિગ્રહ દેવતાનું પૂજન,ધ્રુવદેવતાનું પૂજન,બ્રહ્માજીનું પૂજન,વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન,મંદિરોમાં ધજા -કળશ,પતાકા ચઢાવવી,પાટ અભિષેક પૂજા,દુકાન વેપાર,નોકરીનાં કામકાજ,બી વાવવું,વિનાયક પૂજા,બ્રહ્મા,ધ્રુવદેવતાનું પૂજન,મિત્રતા કરવી.લાંબા સમયનાં ઉપયોગી કાર્યો.જાંબુનું ઝાડ વાવવું.
આચમન: ચંદ્ર-મંગળ ત્રિકોણ મહેનતુ સ્વભાવ, બુધ-હર્ષલ ચતુષ્કોણ વધારે પડતા કાળજીવાળા, ચંદ્ર-શનિ ચતુષ્કોણ મંદ પ્રગતિ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ત્રિકોણ, બુધ-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ,(ચંદ્ર-કૃત્તિકા યુતિ).
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ, મંગળ-મકર, બુધ-મકર, ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ (અસ્ત) રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.