આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),
રવિવાર, તા. ૧૧-૨-૨૦૨૪ ચંદ્રદર્શન
ભારતીય દિનાંક ૨૨, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૨
પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૩૦મો અનેરાન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૮મો જમીઆદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૩૦મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૨જો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર શતભિષા સાંજે ક. ૧૭-૩૮ સુધી, પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૦, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૫, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૩, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૨-૫૬ મધ્યરાત્રિ પછી ક. ૦૧-૨૮ (તા. ૧૨)
ઓટ: સાંજે ક. ૧૮-૫૩
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માઘ – શુક્લ દ્વિતિયા. ચંદ્રદર્શન મુ. ૩૦, સામ્યાર્ઘ, ઉત્તર શૃંગોન્નતિ ૯ અંશ, પંચક, શુક્ર મકરમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૫૪.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: ઉપનયન, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, શ્રી ગાયત્રી જાપ, પૂજા,હવન,વરૂણ દેવતા, રાહુ દેવતાનું પૂજન, કદમ્બનું વૃક્ષ વાવવું, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંંભ, રાજ્યાભિષેક, પાટ અભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા , કળશ પતાકા ચઢાવવી, આભૂષણ, વસ્ત્ર,માલ લેવો, દેવ દર્શન, અન્નપ્રાશન, નામકરણ, નોકરી, દુકાન, રત્નધારન, ઝાડ વાવવાં. વાહન , સવારી દાન્ય ભરવુસ,ધાન્ય વેચવું,પશુ લે-વડ દેવડ
આચમન: ચંદ્ર-શનિ યુતિ નિર્ણયો લેવામાં આત્મવિશ્ર્વાસનો અભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ યુતિ, ચંદ્ર પૃથ્વીથી અત્યંત દૂર જાય છે. શુક્ર મકરમાં પ્રવેશ.
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-મકર, બુધ-મકર, ગુરુ-મેષ, શુક્ર-ધન/મકર, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.