આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), શનિવાર, તા. ૧૦-૨-૨૦૨૪, માઘ શુક્લ પક્ષ શરૂ,પંચક પ્રારંભ
ભારતીય દિનાંક ૨૧, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૧
પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૭મો આસમાન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૯મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧લો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર ઘનિષ્ઠા રાત્રે ક. ૨૦-૩૩ સુધી, પછી શતભિષા.
ચંદ્ર મકરમાં સવારે ક. ૧૦-૦૧ સુધી, પછી કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૧, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૫, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૨, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૨-૦૯ મધ્યરાત્રે ક. ૦૦-૫૧
ઓટ: સાંજે ક. ૧૮-૧૦, મધ્યરાત્રિ પછી ક. ૦૭-૦૦ (તા. ૧૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માઘ – શુક્લ પ્રતિપદા. ઈષ્ટિ, માઘ શુક્લાદિ, પંચક પ્રારંભ સવારે ક. ૧૦-૦૩.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ:માઘ માસ શુક્લ પક્ષ પ્રારંભ,હનુમાન ચાલિસા ,સુંદરકાંડ વાંચન,શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજા,વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત્ર પાઠ વાંચન,મંગળ,શનિ ગ્રહ દેવતાનું પૂજન,વસુ દેવતાનું પૂજન,હનુમાન મંદિરોમાં ધજા -કળશ,પતાકા ચઢાવવી, પરદેશ ગમનનું પસ્તાનું, નવાં વસ્ત્રો, આભૂષણ, નોકરી, વેપાર, વાહન, યંત્ર, રત્નધારણ,નામ કરણ-દેવ દર્શન,અન્ન પ્રાશન,ધાન્ય ભરવું,ધાન્ય વેચવું, બી વાવવું, વૃક્ષારોપણ, નવી તિજોરીની સ્થાપનાં,પશુ લે-વેચ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા , માઘ માસ સંક્ષિપ્ત: માઘ માસ શુક્લ પક્ષમાં ક્ષય વૃદ્ધિ નથી, દિવસ ૧૫, કૃષ્ણ પક્ષમાં છઠની વૃદ્ધિ, દશમનો ક્ષય છે,દિવસ ૧૫ એમ કુલ ૩૦ દિવસનો આ માસ છે.માઘ માં તા.૧૩મી મહા શ્રી ગણેશ જયંતી છે.મહાશિવરાત્રિ પર્વ તા.૮માર્ચનાં રોજ છે. શ્રીનાથજી પાટોત્સવ તા.૩માર્ચનાં રોજ છે. મોઢેશ્ર્વરી માતાનો પાટોત્સવ તા.૨૨ ફેબ્ર્ાુઆરીએ છે. આ માસનાં લગ્ન મુહૂર્ત:તા.૧૨,૧૩,૧૪,૧૭,૧૮,૧૯,૨૪,૨૬, ૨૭, ૨૮, ૨૯ માર્ચ તા.૨,૩,૪,૬,૭ ઊપનયન:તા.૧૧,૧૨,૧૪,૧૮,૧૯,૨૦,૨૧,૨૬,૨૭,૨૯ ભૂમિ કાત : ફેબ્ર્ાુઆરી તા.૧૨,૧૪,૧૫,૧૬,૧૭, ૧૯,૨૨,૨૪.૨૬,૨૯, માર્ચ તા.૬,૭ સર્વદેવ પ્રતિષ્ઠા: તા.૧૧,૧૨,૧૪,૧૫,૧૯,૨૧,૨૨,૨૬,૧૭,૧૮,૧૯ માર્ચ: તા.૩, ૬, ૭ વાસ્તુ-કળશ ફેબ્ર્ાુઆરી તા.૧૧,૧૨,૧૪,૧૫,૧૬,૧૭,૧૯,૨૧ માર્ચ: તા.૩, ૬, ૭, ૮
આચમન: બુધ-ગુરુ ચતુષ્કોણ વિચારો બદલ્યા કરે.ખગોળ જ્યોતિષ: બુધ-ગુરુ ચતુષ્કોણ
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-મકર, બુધ-મકર, ગુરુ-મેષ, શુક્ર-ધનુ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.