આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),
બુધવાર, તા. ૭-૨-૨૦૨૪
ભારતીય દિનાંક ૧૮, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૮મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૩૬ સુધી (તા. ૮મી), પછી ઉત્તરાષાઢા.
ચંદ્ર ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૨, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૭, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૨ અમદાવાદ ક. ૧૮ મિ. ૩૦, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૦૯-૧૬, રાત્રે ક. ૨૨-૫૩
ઓટ: બપોરે ક. ૧૫-૪૬ મધ્યરાત્રિ પછી ક. ૦૪-૫૮ (તા. ૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પૌષ- કૃષ્ણ દ્વાદશી. પ્રદોષ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ભૂમિ-ખાત, વાસ્તુકળશ, બુધ ગ્રહદેવતાનું પૂજન, પ્રદોષ, વ્રત ઉપવાસ, શિવ-પાર્વતી પરિવાર પૂજા, શિવભક્તિ કીર્તન, નામસ્મરણ, જાગરણ, વિદ્યારંભ, માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પશુ લે-વેંચ, પરગામ પ્રયાણ મધ્યમ.
આચમન: ચંદ્ર-ગુરુ ત્રિકોણ સહાનુભૂતિવાળા, સૂર્ય-રાહુ ચતુષ્કોણ રાજકારણમાં હાનિ થાય, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ શંકાશીલ, ચંદ્ર-શુક્ર યુતિ લોકોમાં માનીતા, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર પ્રકૃત્તિના.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ત્રિકોણ, સૂર્ય-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ (તા. ૮), ચંદ્ર-શુક્ર યુતિ (તા. ૮), ચંદ્ર-હર્ષલ ત્રિકોણ (તા. ૮). સૂર્ય ઘનિષ્ઠા પ્રવેશ, બુધ શ્રવણ નક્ષત્ર પ્રવેશ. ચંદ્ર ક્રાંતિવૃત્તથી મહત્તમ દક્ષિણે ૫ અંશ ૪ કળાના અંતરે રહે છે.
ગોચરગ્રહો: સૂર્ય-મકર (સૂર્ય શ્રવણ/ ઘનિષ્ઠા), મંગળ-મકર, બુધ-મકર, ગુરુ-મેષ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર