પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદઋતુ), મંગળવાર, તા. ૨૬-૯-૨૦૨૩, પરિવર્તિની ભાગવત એકાદશી

 • ભારતીય દિનાંક ૪, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
 • વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૧૨
 • જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૨
 • પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
 • પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
 • પારસી ફસલી રોજ ૧૦મો આવાં, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
 • મુુસ્લિમ રોજ ૧૦મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
 • મીસરી રોજ ૧૧મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
 • નક્ષત્ર શ્રવણ સવારે ક. ૦૯-૪૧ સુધી, પછી ઘનિષ્ઠા.
 • ચંદ્ર મકરમાં રાત્રે ક. ૨૦-૨૭ સુધી, પછી કુંભમાં
 • ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ)
 • સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૦ સ્ટા.ટા.,
 • સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૧ સ્ટા. ટા.
 • -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
 • ભરતી : સવારે ક. ૦૯-૩૫, રાત્રે ક. ૨૧-૪૫
 • ઓટ: બપોરે ક. ૧૫-૪૫, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૩૯ (તા. ૨૭)
 • વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – દ્વાદશી. પરિવર્તિની ભાગવત એકાદશી (કમળકાકડી), વામન જયંતી, શ્રવણ દ્વાદશી, શ્રાવણોપવાસ સૂર્યોદયથી સવારે ક. ૦૯-૪૧ પંચક પ્રારંભ રાત્રે ક. ૨૦-૨૭. સૂર્યમહાનક્ષત્ર ઉત્તરાફાલ્ગુનીમાં, વાહન હાથી.
 • શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
 • મુહૂર્ત વિશેષ: ચંદ્ર-મંગળ ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી દેવતાનું પૂજન, શાંતિ પૌષ્ટિક પૂજા, વાહન, સવારી, દુકાન, વિદ્યારંભ, હજામત, માલ લેવો, પ્રયાણ શુભ, પાટ-અભિષેક પૂજા, ધજા-કળશ પતાકા ચઢાવવી, વૃક્ષ વાવવા, બગીચો બનાવવો, આંકડાના છોડનું પૂજન, વસ્ર, આભૂષણ, સીમંત સંસ્કાર, બાળકને પ્રથમ વખત દેવદર્શન, ખેતીવાડી.
 • શ્રી ગણેશ મહિમા: ગણપતિ આપણને વાસ્તવદર્શી દૃષ્ટિ કેળવવાનો અને અન્યના ગુણોનું ગ્રહણ કરવાનો પણ બોધ આપે છે તથા કાર્યક્ષમતા સતત વધારતા રહેવી, દરેકનું નાનાથી લઈને મોટાની કાર્યક્ષમતાનો આદર કરવો ઈત્યાદિ ગણેશ પૂજા દ્વારા પ્રેરણા મળે છે. આમ ગણેશજીના મસ્તક સ્થિત જુદા જુદા અવયવો દ્વારા અનેક પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે. નિંદામુક્ત, ઈર્ષ્યામુક્ત, દૈનિક જીવન જીવવાનો બોધ શ્રી ગણપતિ આપે છે.
 • આચમન: ચંદ્ર-મંગળ ત્રિકોણ મહેનતુ સ્વભાવ, ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ બદનામીનો ભય, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અચોક્કસ સ્વભાવ.
 • ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ.
 • ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા મંગળ-ક્ધયા, બુધ-સિંહ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button