આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),
રવિવાર, તા. ૪-૨-૨૦૨૫, વિંછુડો, ભદ્રા પ્રારંભ
ભારતીય દિનાંક ૧૫, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૯
પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૩મો દએપદીન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૧મો રામ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૩મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૫મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
નક્ષત્ર વિશાખા સવારે ક. ૦૭-૨૦ સુધી, પછી અનુરાધા.
ચંદ્ર તુલામાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૦૩ સુધી પછી વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૩, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૮, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૮, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : રાત્રે ક. ૧૯-૨૪, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૦૭ (તા.૫)
ઓટ: બપોરે ક. ૧૨-૧૨, મધ્યરાત્રિ પછી ક. ૦૦-૫૯ (તા.૫)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પૌષ- કૃષ્ણ નવમી. વિંછુડો, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૫ (તા. ૫મી)
શુભાશુભ દિનશુદ્ધિ: લગ્ન સિવાયનાં માંગલિક કાર્યો વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: લગ્ન મુહૂર્ત, શ્રી ગાયત્રી જાપ, હવન, શ્રી સૂર્યનારાયણ દેવતાનું પૂજન, અગ્નિપૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસીપૂજા કથા વાંચન, શ્રીસુક્ત, પુરુસુક્ત, સપ્તસતી પાઠ વાંચન, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, નાગકેસરના ઔષધીય પ્રયોગો, શાંતિ પૌષ્ટિક, સર્વ શાંતિ પૂજા, પ્રયાણ શુભ, લગ્ન પ્રસંગે મહેંદી, નવાં વસ્રો, આભૂષણ.
આચમન: ચંદ્ર-બુધ અર્ધ ત્રિકોણ વિચારો ફર્યા કરે, ચંદ્ર-શુક્ર અર્ધચતુષ્કોણ ઉડાઉ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ અર્ધ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર અર્ધચતુષ્કોણ.
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ, બુધ-મકર, ગુરુ-મેષ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર