આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),
સોમવાર, તા. ૨૯-૧-૨૦૨૪, સંકષ્ટ ચતુર્થી
) ભારતીય દિનાંક ૯, માહે માઘ, શકે ૧૯૪૫
) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૪
) જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૪
) પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
) પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
) પારસી ફસલી રોજ ૧૫મો દએપમહેર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
) મુુસ્લિમ રોજ ૧૭મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
) મીસરી રોજ ૧૯મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
) નક્ષત્ર પૂર્વાફાલ્ગુની સાંજે ક. ૧૮-૫૬ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની.
) ચંદ્ર સિંહમાં ક. ૨૫-૪૩ સુધી, પછી ક્ધયામાં.
) ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ).
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૨, સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૩, સ્ટા. ટા.
) મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
) ભરતી : બપોરે ક. ૧૪-૦૫, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૩૦ (તા. ૩૦)
) ઓટ: સવારે ક. ૦૮-૧૯, રાત્રે ક. ૧૯-૫૭
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પૌષ- કૃષ્ણ ચતુર્થી. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય રાત્રે ક. ૨૧-૩૦. ચતુર્થી વૃદ્ધિ તિથિ છે.
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
) મુહૂર્ત વિશેષ: સંકષ્ટચતુર્થી ઉપવાસ, રાત્રે ચંદ્રોદય પછી એકટાણાંનું ભોજન, શ્રી ગણેશને ચુરમાના લાડુનું નૈવેદ્ય, શ્રી ગણેશ પૂજા, ભક્તિ, ભજન, કીર્તન, મંત્રોપાસના, અનુષ્ઠાન, શ્રી ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, હવન, પરગામ પ્રયાણ મધ્યમ, ચંદ્રબળ જોઈને પ્રયાણનો મહિમા, વિદ્યારંભ. માલ વેંચવો, ધાન્ય ઘરે લાવવું, નિત્ય થતાં પશુ લે-વેંચ, ઘર-ખેતર જમીન, લે-વેંચ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીની પૂજાનો મહિમા.
આચમન: બુધ-રાહુ ચતુષ્કોણ ઈર્ષ્યાળુ, ચંદ્ર-મંગળ ત્રિકોણ સાહસિક સ્વભાવ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ ગહનતાપ્રિય, ચંદ્ર-બુધ ત્રિકોણ તીવ્રબુદ્ધિપ્રતિભા, ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ સંયમહીન, મંગળ-હર્ષલ ત્રિકોણ કટાક્ષપ્રિય.
) ખગોળ જ્યોતિષ: બુધ-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ (તા. ૩૦), મંગળ-હર્ષલ ત્રિકોણ (તા. ૩૦).
) ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.