આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર શરદઋતુ), રવિવાર, તા. ૨૪-૯-૨૦૨૩, અદુ:ખ નવમી
ભારતીય દિનાંક ૨, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ
સુદ-૯
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૯
પારસી શહેનશાહી રોજ ૧૦મો આવા, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૦મો આવા, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૮મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૯મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાષાઢા બપોરે ક. ૧૩-૪૧ સુધી, પછી ઉત્તરાષાઢા.
ચંદ્ર ધનુમાં રાત્રે ક. ૧૯-૧૭ સુધી, પછી મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ),
મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૯ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૩ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૦૭-૦૯, સાંજે ક. ૧૮-૪૨
ઓટ: બપોરે ક. ૧૩-૩૨, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૨૨ (તા. ૨૫)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – નવમી. શ્રી હરિ જયંતી, અદુ:ખ નવમી, તલ નવમી (બંગાલ-ઓરિસ્સા). સૂર્ય મહાનક્ષત્ર ઉત્તરાફાલ્ગુનીમાં, વાહન હાથી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી મંદિર, વિઠ્ઠલ, રુકમિણી મંદિર, નર-નારાયણ મંદિર, શ્રી સત્યનારાયણ મંદિર ઈત્યાદિમાં શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા-વાંચન, પુરુસુક્ત, શ્રીસુક્ત અભિષેક, તુલસીપૂજા, ગાયત્રી જાપ, હવન, પૂજા, શ્રી સૂર્યનારાયણ દેવતાનું પૂજન, પ્રયાણ મધ્યમ, માલ વેચવો, મિલકત લેવડદેવડ, ધાન્ય ઘરે લાવવું, ખેતીવાડીના કામકાજ
શ્રી ગણેશ મહિમા: ગણેશજીનું સુંદર સ્વરૂપ ખૂબ જ સૂક્ષ્મ, સંવાદ ધરાવે છે એટલે કે ગણપતિના મુખથી લઈને વાહનનું મહત્ત્વ વૈજ્ઞાનિક, તાર્કિક, સંદેશયુક્ત છે. ગણપતિને હાથીનું મુખ સર્વવિદિત છે. મુખમાં જીહ્વા, દાંત, નાક ને આંખ – આ બધા અંગોની વિશેષતા શ્રી ગણેશજીની મહત્તાની સિદ્ધિ દર્શાવે છે. ગણપતિ વિઘ્ન વિનાશક, વિઘ્ન વિનાયક પણ કહેવાય છે.
આચમન: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ દંભી સ્વભાવ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર સ્વભાવ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ આશાવાદી
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર ક્રાંતિવૃત્તથી મહત્તમ દક્ષિણે ૫ અંશ ૧૪ કળાના અંતરે રહે છે.
ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-ક્ધયા, બુધ-સિંહ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર.