આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), સોમવાર, તા. ૨૨-૧-૨૦૨૪,
અયોધ્યા શ્રી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા વિધિ મહોત્સવ. સર્વ પ્રજામાં ઘર ઘર, સાર્વજનિક, રાષ્ટમાં, પર રાષ્ટ્રમાં સર્વત્ર
) ભારતીય દિનાંક ૨, માહે માઘ, શકે ૧૯૪૫
) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૧૨
) જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૧૨
) પારસી શહેનશાહી રોજ ૧૦મો આવાં, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
) પારસી કદમી રોજ ૧૦મો આવાં, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
) પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
) મુુસ્લિમ રોજ ૧૦મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
) મીસરી રોજ ૧૨મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
) નક્ષત્ર મૃગશીર્ષ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૫૭ સુધી (તા. ૨૩મી) પછી આર્દ્રા. ) ચંદ્ર વૃષભમાં સાંજે ક. ૧૬-૨૨ સુધી, પછી મિથુનમાં.
) ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ) મિથુન (ક, છ, ઘ).
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૯, સ્ટા. ટા.
) મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ: ભરતી : સવારે ક. ૦૯-૦૫, રાત્રે ક. ૨૨-૫૦ ) ઓટ: બપોરે ક. ૧૫-૪૪, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૦૩ (તા. ૨૩).
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પૌષ- શુક્લ દ્વાદશી. અમૃતસિદ્ધિયોગ સૂર્યોદયથી મધ્યરાત્રિ પછી ક. ૨૮-૫૯.
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
) મુહૂર્ત વિશેષ: શ્રી રામ ધુન, રામાયણ પાઠ, રામચરિત માનસ, રામરક્ષા સ્તોત્ર, હનુમાનચાલીસા, સુંદરકાંડ પાઠ વાંચન, શ્રી રામપરિવાર પૂજા, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ-પતાકા ચઢાવવી, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, ભક્તિસંગીત ધાર્મિક નાટ્ય કાર્યક્રમોના આયોજનોનો મહિમા. મહાપ્રતિષ્ઠા અને અમૃતસિદ્ધિયોગ શ્રેષ્ઠ જ્યોતિષ પર્વયોગ. ચંદ્રગ્રહ દેવતાનું પૂજન, ખેરનું વૃક્ષ વાવવું, સીતાફળ, કાળીદ્રાક્ષ, ઈત્યાદિ વાવવા, નવા વાસણ, પશુ લે-વેંચ, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, દુકાન-વેપાર, બી વાવવું, નિત્ય થતાં સ્થાવર લેવડદેવડ, ખેતીવાડીના કામકાજ. નામકરણ, દેવદર્શન, લગ્નમુર્હૂત, ભૂમિખાત, વાસ્તુકળશ, પ્રતિષ્ઠા.
આચમન: ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ ચાલબાજીવાળા, ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ એદી સ્વભાવ.
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ.
)ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.