આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), ગુરુવાર, તા. ૧૮-૧-૨૦૨૪
દુર્ગાષ્ટમી, શાકંભરી નવરાત્રારંભ
ભારતીય દિનાંક ૨૮, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૮
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૮
પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૪થો શહેરેવર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૮મો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૫
નક્ષત્ર અશ્ર્વિની મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૭ સુધી (તા. ૧૯મી), પછી ભરણી.
ચંદ્ર મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૬, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સાંજે ક. ૧૭-૪૮, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૯ (તા. ૧૯)
ઓટ: સવારે ક. ૧૧-૨૯, રાત્રે ક. ૨૩-૩૭
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, પૌષ શુક્લ – અષ્ટમી. દુર્ગાષ્ટમી, શાકંભરી નવરાત્રારંભ, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૯-૨૩. શુક્ર ધનુમાં રાત્રે ક. ૨૦-૫૭.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: અશ્ર્વિનીકુમાર દેવતાનું પૂજન, ઔષધ ઉપચારનો પ્રારંભ, નવાં વસ્રો, આભૂષણ, વાહન, યંત્ર, દુકાન-વેપાર, પ્રયાણ શુભ, ગુરુ-કેતુ ગ્રહદેવતાનું પૂજન, પરદેશગમનનું પસ્તાનું, વિદ્યારંભ, નવાં વાસણો, નૌકા બાંધવી, દસ્તાવેજ, દુકાન-વેપાર, માલ લેવો, બી વાવવું, પશુ લે-વેંચ, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, નવું ધાન્ય ભરવુંં, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી અને શક્તિ ઉપાસના, સપ્તસતી પાઠ, નવચંડી હવન, શાકંભરી નવરાત્રિનો પ્રારંભ. શુક્ર ધનુ રાશિમાં તા. ૧૨ ફેબ્ર્ાુઆરી સુધી રહે છે. આ સમયમાં રૂ, કપાસ, સૂતર, વસ્ર, ઘઉં ચણાં, જવ, સોનું ચાંદી, તાંબું ઈત્યાદિ ધાતુઓમાં તેજી દર્શાવે છે. કુદરતી આફત, માવઠું ઈત્યાદિથી કેટલેક ઠેકાણે ખેતીને નુકસાન થઈ શકે તેમ છે.
આચમન: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ કાર્યક્ષેત્રે પુરુષાર્થથી પ્રગતિ સાધી શકે. ચંદ્ર-બુધ ત્રિકોણ હિસાબ કિતાબમાં નિપુણતા, ચંદ્ર-ગુરુ યુતિ અધ્યાત્મમાં રુચિ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ, ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ યુતિ (તા. ૧૯)
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક/ધનુ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.