આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), બુધવાર, તા. ૧૭-૧-૨૦૨૪,
ગુરુ ગોવિંદસિંહ જયંતી, ભદ્રા
ભારતીય દિનાંક ૨૭, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૭
પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૫મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૭મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
નક્ષત્ર રેવતી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૩ સુધી (તા. ૧૮મી) પછી અશ્ર્વિની.
ચંદ્ર મીનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૩ સુધી (તા. ૧૮મી), પછી મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ), મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૫, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સાંજે ક. ૧૬-૩૮, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૩૯ (તા. ૧૮)
ઓટ: સવારે ક. ૧૦-૩૩. રાત્રે ક. ૨૨-૨૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પૌષ શુક્લ – સપ્તમી. ગુરુ ગોવિંદસિંહ જયંતી, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૨-૦૮. પંચક સમાપ્તિ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૪ (તા. ૧૮મી)
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: પુષાદેવતાનું પૂજન, બુધ ગ્રહ દેવતાનું પૂજન શ્રેષ્ઠ, શ્રી ગણેશ પૂજન, દેશકાળ પ્રમાણે મહુડો વાવવો, મહુડાના ઔષધીય પ્રયોગો, શેરડી વાવવી, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પરદેશગમનનું પસ્તાનું, નવાં વસ્રો, આભૂષણ, વાસણ, વાહન, પશુ લે-વેંચ, યંત્રારંભ, દસ્તાવેજ, દુકાન-વેપાર, માલ લેવો, નોકરી, બી વાવવું, ધાન્ય ભરવું, પ્રયાણ શુભ, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, પશુ લે-વેંચ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
આચમન: ચંદ્ર-રાહુ યુતિ સતત ભયભીત મન, ચંદ્ર-શુક્ર ત્રિકોણ આયોજન માટે વ્યવહારુ સ્વભાવ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ યુતિ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ (તા. ૧૮)
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.