આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), શુક્રવાર, તા. ૧૨-૧-૨૦૨૪,
ઈષ્ટિ, ચંદ્રદર્શન, સ્વામી વિવેકાનંદ જયંતી.
ભારતીય દિનાંક ૨૨, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૧
પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૩૦મો અનેરાન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૮મો જમીઆદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૯મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૨જો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરાષાઢા બપોરે ક. ૧૫-૧૭ સુધી, પછી શ્રવણ.
ચંદ્ર મકરમાં,ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૧, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૨-૧૩, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૧૨ (તા. ૧૩),ઓટ: સવારે ક. ૦૬-૩૯, સાંજે ક. ૧૮-૨૩,વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પૌષ શુક્લ – પ્રતિપદા. ઈષ્ટિ, ચંદ્રદર્શન, મું. ૩૦, સામ્યાર્ઘ, ઉત્તર શૃંગોન્નતિ, ૩૩ અંશ, સ્વામી વિવેકાનંદ જયંતી.
પૌષ માસ સંક્ષિપ્ત: પૌષ માસારંભ શુક્રવારે થાય છે. ચંદ્રદર્શન પ્રતિપદાએ શ્રવણ નક્ષત્ર, મકર રાશિમાં થાય છે. પાંચ શુક્રવારનો આ માસ છે. શુક્લપક્ષમાં ચોથનો ક્ષય, કૃષ્ણપક્ષમાં ચોથની વૃદ્ધિ અને અમાસનો ક્ષય થાય છે. શુક્લપક્ષમાં દિવસ ૧૪, કૃષ્ણપક્ષમાં દિવસ ૧૫ એમ કુલ ૨૯ દિવસનો આ માસ છે. પૌષ માસમાં પૂનમ અમાસના ગ્રહણ ખગોળ યોગ બનતા નથી. તા. ૧૫મીએ મકર સંક્રાંતિ એ પૌષ માસનુંં મુખ્ય પર્વ છે. તા. ૨૫મી જાન્યુઆરીએ શાકંભરી પૂર્ણિમા, અંબાજીનો પ્રાક્ટયોત્સવ, પૌષી પૂનમ, અત્યંત મહિમાવંત છે. પૂર્ણિમા અને ગુરુપુષ્યામૃત યોગ મહિમાવંત છે. આજે પ્રતિપદાએ જે સ્થળે વાદળા, વીજળી થાય ત્યાં આગામી ચોમાસામાં વરસાદ સારો થશે, અનાજનો પાક સારો થશે. પૌષમાં અનાજનાં ભાવમાં ઘટાડો થાય, પરંતુ ઘઉં, જવ, ચણામાં હીમ પડશે. શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ભગવાન સૂર્યનારાયણનું પૂજન, વિશ્ર્વદેવતાનું પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પ્રયાણ મધ્યમ, બાળકને અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, નવાં વસ્રો, આભૂષણ, દસ્તાવેજ, દુકાન, વેપાર, નોકરી વેપાર, બી વાવવું, ધાન્ય ભરવું, નવી તિજોરીની સ્થાપના, પ્રાણી પાળવા, ફણસનું વૃક્ષ વાવવું, બીલી ફળ વાવવું.
આચમન: મંગળ-ગુરુ ત્રિકોણ ઉત્સાહી, સાહસિક, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ દંભીપણું
ખગોળ જ્યોતિષ: મંગળ-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.