આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), ગુરુવાર, તા. ૧૧-૧-૨૦૨૪દર્શઅમાવસ્યા, પાવાગઢ યાત્રા, કાલબાદેવી યાત્રા (મુંબઈ),
ભારતીય દિનાંક ૨૧, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૩૦
જૈન વીર સંવત ૨૫૫૦ માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૩૦
પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૭મો આસમાન, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૮મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૧લો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાષાઢા સાંજે ક. ૧૭-૩૮ સુધી, પછી ઉત્તરાષાઢા.
ચંદ્ર ધનુમાં રાત્રે ક. ૨૩-૦૪ સુધી પછી મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૧, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૧-૨૪, રાત્રે ક. ૦૦-૩૨,ઓટ: બપોરે ક. ૧૭-૩૭
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ – અમાવસ્યા. દર્શઅમાવસ્યા, પાવાગઢ યાત્રા, કાલબાદેવી યાત્રા (મુંબઈ), અન્વાધાન, વાકુલા અમાવસ્યા (ઓરિસ્સા), મંગળ પૂર્વ દિશામાં ઉદય, સૂર્ય ઉત્તરાષાઢામાં રાત્રે ક.૨૦-૧૪.શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: તીર્થમાં શ્રાદ્ધ, તર્પણ, નારાયણબલિ, નાગબલિ, શ્રી વિષ્ણુ, શ્રી સૂર્યનારાયણ, ઋષિતર્પણ, પ્રાયશ્ર્ચિત્ત સ્નાન, ગંગા-ગોદાવરી, સરયુ, કાવેરી, નર્મદા, તાપી તથા સર્વ નદી તીર્થોમાં સ્નાનાદિ ધર્મ કર્મનો મહિમા. અન્નદાન, વિદ્યાદાન, ગૌદાન, ઔષધિદાન, જરૂરતમંદોને ઉપયોગી થવાનો મહિમા, નિત્ય થતાં પશુ લે-વેંચ, ખેતીવાડીના કામકાજ. સૂર્ય ઉત્તરાષાઢામાં તા. ૨૪ સુધી રહે છે. અડદ, મગ, ચોખા, ઘઉં, ગોળ, ખાંડ, સાકર, રૂ, કપાસ, ઘી, સરસવ, ચણા વગેરેમાં તેજી આવે. મંગળ ધનુ રાશિમાં તા. ૫ ફેબ્ર્ાુ, સુધી રહે છે. ધાન્ય, કઠોળ, ઘી, મૂળવાળા શાકભાજી, રસ કસ, કપાસ, રૂ, સૂતર, શણ, સોનું, ચાંદી વગેરે ધાતુ, સરસવ તથા સર્વ અન્નમાં તેજી રહેશે. શેરબજારમાં લાંબા સમયની તેજી જણાય છે. પશ્ર્ચિમ દક્ષિણના પ્રદેશોમાં વરસાદ થાય. વેપારીઓને કસોટી થાય. રૂ તથા અળસીમાં તેજી આવશે.
આચમન: સૂર્ય-રાહુ ચતુષ્કોણ વડીલો સાથે મતભેદ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ કાર્યક્ષેત્રે કર્મઠ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ શંકાશીલ, ચંદ્ર-સૂર્ય યુતિ અધ્યાત્મમાં રુચિ
ખગોળ જ્યોતિષ: સૂર્ય-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય યુતિ. (માર્ગશીર્ષ અમાસ યોગ)
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-મીન, પ્લુટો-મકર.