આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર શરદૠતુ), મંગળવાર, તા. 12-9-2023,
મંગલાગૌરી પૂજન,પર્યુષણ પ્રારંભ, ભોમપ્રદોષ,
ભારતીય દિનાંક 21, માહે ભાદ્રપદ, શકે 1945
વિક્રમ સંવત 2079, શા. શકે 1945, નિજ શ્રાવણ વદ-13
જૈન વીર સંવત 2549, માહે નિજ શ્રાવણ, તિથિ વદ-13
પારસી શહેનશાહી રોજ 28મો જમીઆદ, માહે 1લો ફરવરદીન, સને 1393
પારસી કદમી રોજ 28મો જમીઆદ, માહે 2જો અર્દીબહેશ્ત, સને 1393
પારસી ફસલી રોજ 22મો ગોવાદ, માહે 8મો આવા, સને 1392
મુુસ્લિમ રોજ 26મો, માહે 2જો સફર, સને 1445
મીસરી રોજ 27મો, માહે 2જો સફર, સને 1445
નક્ષત્ર આશ્લેષા રાત્રે ક. 23-00 સુધી, પછી મઘા.
ચંદ્ર કર્કમાં રાત્રે ક. 23-00 સુધી, પછી સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 26, અમદાવાદ ક. 06 મિ. 26 સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 43, અમદાવાદ ક. 18 મિ. 45 સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. 10-53, રાત્રે ક. 22-55
ઓટ: સાંજે ક. 16-59, મધ્યરાત્રિ પછી ક. 04-44 (તા. 13)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2079, આનંદ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,
શોભન’ નામ સંવત્સર, નિજ શ્રાવણ કૃષ્ણ – ત્રયોદશી. મંગલાગૌરી પૂજન, ભોમપ્રદોષ, કૈલાસયાત્રા (બે દિવસ), પર્યુષણ પ્રારંભ – ચતુર્થી પક્ષ (જૈન), બુધનો પૂર્વમાં ઉદય થાય છે. ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ ક. 26-21.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: આશ્લેષા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્પપૂજા, ઔષધ ઉપચાર, ચંપો વાવવો, માલ વેચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પ્રાણી પાળવા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, પ્રદોષ વ્રત ઉપવાસ, શિવભક્તિ, કિર્તન જાપ, નામસ્મરણ, હવન, રુદ્રાભિષેક, રાત્રિ જાગરણ, મંગળ ગ્રહદેવતાનું પૂજન, બુધ ગ્રહદેવતાનું પૂજન વિશેષરૂપે.
શ્રાવણ પર્વ મહિમા: શિવ એટલે કલ્યાણકારી, સમસ્ત સૃષ્ટિના દેવાધિદેવ મહાદેવ અજન્મા ભગવાન છે. “ૐ નમ: શિવાય”ના નિત્ય મંત્ર જાપ કરવાથી તો ભોલાનાથ મહાદેવ શિવશક્તિની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને મનુષ્યને તન-મન-બુદ્ધિ ધન-સૌભાગ્ય-વિદ્યા-પુત્ર-પુત્રી અને લક્ષ્મીસુખ જીવન પર્યંત સારી રીતે ભોગવી શકે છે.
આચમન: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અચોક્કસ સ્વભાવ, ચંદ્ર-રાહુ ત્રિકોણ કાળજીવાળા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ત્રિકોણ. ચંદ્ર પૃથ્વીથી અત્યંત દૂર જાય છે. બુધ પૂર્વમાં ઉદય થાય છે.
ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-ક્નયા, વક્રી બુધ-સિંહ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર. પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા