આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(સૌર હેમંતઋતુ પ્રારંભ), શનિવાર, તા. ૯-૧૧-૨૦૨૪ દુર્ગાષ્ટમી,
ભારતીય દિનાંક ૧૮, માહે કાર્તિક, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૮
જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૮
પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૩જો ખોરદાદ,
સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૭મો આસમાન, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૩મો દએપદીન, માહે ૮મો આવાં,
સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૮મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર શ્રવણ સવારે ક. ૧૧-૪૭ સુધી, પછી ઘનિષ્ઠા.
ચંદ્ર મકરમાં રાત્રે ક. ૨૩-૨૭ સુધી, પછી કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૪૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૧, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૬, સ્ટા. ટા.
ભરતી : સાંજે ક. ૧૭-૨૦, મધ્યરાત્રિ પછી. ક. ૦૬-૧૨ (તા.૧૦)
ઓટ: સવારે ક.૧૧-૪૮, રાત્રે ક. ૨૩-૧૫
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૧, “અનલ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, કાર્તિક શુક્લ – અષ્ટમી. દુર્ગાષ્ટમી, ગોપાષ્ટમી, પંચક પ્રારંભ ક. ૨૩-૨૭. વિષ્ટિ ક. ૧૧-૨૫ સુધી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ:શિવ પાર્વતી પૂજા, સપ્તશતી પાઠ, હવન, પિતૃ તર્પણ, સૂર્ય-ચંદ્ર દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજા, વિશ્ર્વદેવતાનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, આંકડાના છોડનું પૂજન, વિદ્યારંભ, માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પશુ લેવડદેવડ, મિલકત લેવડદેવડ, ફણસનું વૃક્ષ વાવવું, બગીચો બનાવવો. સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પરદેશગમનનું પસ્તાનું, અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, મિત્રતા કરવી, નવા વસ્રો, આભૂષણ, દસ્તાવેજ, દુકાન, નોકરી, વેપાર, બી વાવવું, ધાન્ય ભરવું, પ્રયાણ શુભ, પ્રાણી પાળવા. નવી તિજોરીની સ્થાપના. મુંડન કરાવવું નહીં.
આચમન: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ કાર્યક્ષેત્રે મહેનતથી સફળ તકો મેળવી શકે, ચંદ્ર-ગુરુ ત્રિકોણ ભાતૃ સુખ સારું, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ મુસાફરીમાં અમર્યાદિત ખર્ચા થાય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ
ગોચરગ્રહો: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-ધનુ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.