આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદઋતુ), બુધવાર, તા. 11-9-2024, દુર્વાષ્ટમી, ધરોઆઠમ
ભારતીય દિનાંક 20, માહે ભાદ્રપદ, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, ભાદ્રપદ સુદ-8
જૈન વીર સંવત 2550, માહે ભાદ્રપદ, તિથિ સુદ-8
પારસી શહેનશાહી રોજ 28મો જમીઆદ, માહે 1લો ફરવરદીન, સને 1394
પારસી કદમી રોજ 28મો જમીઆદ, માહે 2જો અર્દીબહેશ્ત, સને 1394
પારસી ફસલી રોજ 24મો દીન, માહે 6ઠ્ઠો શહેરેવર, સને 1393
મુુસ્લિમ રોજ 7મો, માહે 3જો રબી ઉલ અવ્વલ, સને 1446
મીસરી રોજ 8મો, માહે 3જો રબી ઉલ અવ્વલ, સને 1446
નક્ષત્ર જયેષ્ઠા રાત્રે ક. 21-21 સુધી, પછી મૂળ.
ચંદ્ર વૃશ્ચિકમાં રાત્રે ક. 21-21 સુધી, પછી ધનુ રાશિ પર જન્માક્ષર.
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ચિક (ન, ય), ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ.26 અમદાવાદ ક. 06 મિ. 25, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 43, અમદાવાદ ક. 18 મિ. 47, સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ:
ભરતી : બપોરે ક. 15-57, મધ્યરાત્રિ પછી ક. 06-01 (તા. 12)
ઓટ: સવારે ક. 10-19, રાત્રે ક. 22-36
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1946,
ક્રોધી’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – અષ્ટમી. દુર્ગાષ્ટમી, રાધાષ્ટમી, દુર્વાષ્ટમી, ધરોઆઠમ, મહાલક્ષ્મી વ્રત પ્રારંભ, વિંછુડો સમાપ્તિ ક. 21-22, વિષ્ટિ ક. 11-34 સુધી.
શુભાશુભ દિનશુદ્ધિ: (સવારે ક. 11-34 પછી શુભ દિવસ.)
મુહૂર્ત વિશેષ: જયેષ્ઠા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્વશાંતિ પૂજા, બુધ-ગ્રહદેવતાનું પૂજન, શેમળાનું પૂજન, ઔષધ ઉપચાર, પ્રયાણ મધ્યમ, વાહન, યંત્ર, ખેતીવાડી, પશુ લે-વેંચ, પ્રાણી પાળવા, ઈન્દ્રદેવતાનું પૂજન, પરદેશગમનનું પસ્તાનું.
શ્રી ગણેશ મહિમા: શ્રી ગણેશને નક્ષત્રોના સ્વામી કહ્યા છે તમામ ગણોના અધિપતિ હોવાથી વિઘ્નો હરી મંગલકાર્યોમાં લાભ કરાવે છે. માટે તેમને મંગલમૂર્તિ પણ કહે છે. આમ દરેક શુભ કાર્યોમાં ભગવાન શ્રી ગણેશજીની પૂજા થાય છે. તેમની પત્ની રિદ્ધિ અને સિદ્ધિ સમૃદ્ધિની દેવી છે. શ્રી ગણેશ સનાતન હિન્દુ ધર્મસંસ્કૃતિમાં રોજિંદા જીવનમાં મુખ્ય આગવું સ્થાન ધરાવે છે. જન્મશાંતિ, નક્ષત્ર શાંતિ, ગ્રહશાંતિ, ચંદ્ર-સૂર્ય-ગુરુના અશુભ યોગો હોય તેમાં શ્રી ગણેશની પૂજા અત્યંત આવશ્યક છે.
આચમન: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ કાર્યક્ષેત્રે પરિશ્રમ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ વ્યવહારિક બાબતોમાં સાવચેત રહેવું. ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ નાણાં વ્યવસ્થામાં સાવચેત રહેવું.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ
ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, માર્ગી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-ક્નયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર.