પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદઋતુ), મંગળવાર, તા. 10-9-2024,
જયેષ્ઠા ગૌરી આહ્વાન
ભારતીય દિનાંક 19, માહે ભાદ્રપદ, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, ભાદ્રપદ સુદ-7
જૈન વીર સંવત 2550, માહે ભાદ્રપદ, તિથિ સુદ-7
પારસી શહેનશાહી રોજ 27મો આસમાન, માહે 1લો ફરવરદીન, સને 1394
પારસી કદમી રોજ 27મો આસમાન, માહે 2જો અર્દીબહેશ્ત, સને 1394
પારસી ફસલી રોજ 23મો દએપદીન, માહે 6ઠ્ઠો શહેરેવર, સને 1393
મુુસ્લિમ રોજ 6ઠ્ઠો, માહે 3જો રબી ઉલ અવ્વલ, સને 1446
મીસરી રોજ 7મો, માહે 3જો રબી ઉલ અવ્વલ, સને 1446
નક્ષત્ર અનુરાધા રાત્રે ક. 20-03 સુધી, પછી જયેષ્ઠા.
ચંદ્ર વૃશ્ચિક રાશિ પર જન્માક્ષર.
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ.26 અમદાવાદ ક. 06 મિ. 24, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 44, અમદાવાદ ક. 18 મિ. 48, સ્ટા. ટા.
- : મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. 15-23, મધ્યરાત્રિ પછી ક. 04-44 (તા. 11)
ઓટ: સવારે ક. 09-17, રાત્રે ક. 21-34
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080,રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1946,
ક્રોધી’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ-સપ્તમી. જયેષ્ઠા ગૌરી આહ્વાન, વિષ્ટિ ક. 23-13 સુધી. શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા,મંગળ શનિ ગ્રહદેવતાનું પૂજન વિશેષ રૂપે.અગ્નિ દેવતાનું પૂજન,પ્રયાણ શુભ, મુંડન કરાવવું નહીં,લાલ વસ્ત્રો આભૂષણ, નિત્ય થતાં દુકાન-વેપાર-પશુ લે-વેચનાં કામકાજ,બી વાવવું,બાળકને પ્રથમ શ્રી ગણેશ દેવદર્શન, હનુમાન ચાલિસા વાંચન.
શ્રી ગણેશ મહિમા: જ્યોતિષશાસ્ર પ્રમાણે દેવ, મનુષ્ય અને રાક્ષસ એમ ત્રણ ગણ છે. છંદશાસ્રમાં પણ જુદા જુદા આઠ ગણ કે સમૂહ છે. જેના પરથી જુદા જુદા છંદ રચાય છે. ગણેશજી આ બધા જ પ્રકારના ગણોના ઈશ કે અધિપતિ છે. વળી અક્ષરોને પણ ગણ કહેવામાં આવે છે. એમના ઈશ હોવાના કારણે પણ ગણેશજી વિદ્યા અને બુદ્ધિના દાતા મનાય છે. જ્ઞાન અને મોક્ષ એ બંનેના ઈશ એટલે કે સ્વામી પરબ્ર્ાહ્મ, પરમાત્મારૂપ શ્રી ગણેશ.
આચમન: ચંદ્ર-રાહુ ત્રિકોણ કાર્યદક્ષ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ નિર્ણયો લેવામાં વિલંબ થાય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ (તા. 11), ચંદ્ર-જયેષ્ઠા યુતિ.
ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, માર્ગી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-ક્નયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.