પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), મંગળવાર, તા. 16-4-2024 દુર્ગાષ્ટમી, ભવાની ઉત્ત્પતિ,
ભારતીય દિનાંક 27, માહે ચૈત્ર, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, ચૈત્ર સુદ-8
જૈન વીર સંવત 2550, માહે ચૈત્ર, તિથિ સુદ-8
પારસી શહેનશાહી રોજ 5મો સ્પેન્દાર્મદ માહે 9મો આદર, સને 1393
પારસી કદમી રોજ 5મો સ્પેન્દાર્મદ માહે 10મો દએ સને 1393
પારસી ફસલી રોજ 27મો આસમાન, માહે 1લો ફરવરદીન, સને 1393
મુુસ્લિમ રોજ 6ઠ્ઠો, માહે 10મો શવ્વાલ, સને 1445
મીસરી રોજ 8મો, માહે 10મો શવ્વાલ, સને 1445
નક્ષત્ર પુષ્ય મધ્યરાત્રિ પછી 29-15 સુધી (તા. 17મી) પછી આશ્લેષા.
ચંદ્ર કર્કમાં,ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 22, અમદાવાદ ક. 06 મિ. 18, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 54, અમદાવાદ ક. 19 મિ. 01, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી :રાત્રે ક.19-21,
ઓટ: સવારે ક.11-39, મધ્યરાત્રિ પછી ક.01-58(તા.17)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર , શાલિવાહન શક સંવત 1946,ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર શુક્લ – અષ્ટમી. દુર્ગાષ્ટમી, ભવાની ઉત્ત્પતિ, અશોકાષ્ટમી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહુર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શનિ,મંગળ , ગુરુગ્રહદેવતાનું પૂજન, શિવ-પાર્વતી, વિષ્ણુ-લક્ષ્મી પૂજા, સુવર્ણ ખરીદી, માતા ભવાની પ્રાકટ્ય પૂજા,ઉત્સવ, સપ્તશતી પાઠ, હવન ,શિવ રુદ્રાભિષેક. પીપળાનું પૂજન,પરદેશનું પસ્તાનું, નવાં વાસણ, નવા વસ્ત્રો -સુવર્ણખરીદી, વિધ્યારંભ, સીમંત, સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિક પૂજા, બી વાવવું.
નવરાત્રિ મહિમા: આજે માતા મહાગૌરી દેવીની પૂજા-અર્ચના, ભક્તિ કરવામાં આવે છે. નવરાત્રિના આઠમા દિવસે મા મહાગૌરી માતાની ઉપાસના કરવામાં આવે છે. માની ભક્તિ અમોઘ ને તુરંત ફળદાયી છે. પૂર્વ સંચિત પાપને નષ્ટ કરનારી અને સાધકને સંતોષ આપનારી કરુણામયી દેવી છે.નવરાત્રિ પર્વમાં ધર્મલાભની સ્મૃતિ કાયમની રહે તે માટે નિત્ય પ્રાત: પૂજા, અષ્ટમીના ઉપવાસ, નવરાત્રિ પર્વના પ્રત્યેક દિવસ ઉપરાંત મહિનાની પૂનમ, ચૌદસ, પ્રતિપદા તિથિ નિત્ય સપ્તશતી પાઠ વાંચન, નવાર્ણ મંત્ર- ૐ હીં ક્લી ચામુંડાયે વિચ્ચે ॥ ના નિત્યમાળા, જાપ કરવા.
આચમન: ચંદ્ર-મંગળ અર્ધચતુષ્કોણ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ અર્ધચતુષ્કોણ,
ગ્રહગોચર: સૂર્ય-મેષ , મંગળ-કુંભ, વક્રી બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.ઉ

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button