આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), મંગળવાર, તા. 2-4-2024,કાલાષ્ટમી
ભારતીય દિનાંક 13, માહે ચૈત્ર, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1945, ફાગણ વદ-8
જૈન વીર સંવત 2550, માહે ફાગણ, તિથિ વદ-8
પારસી શહેનશાહી રોજ 21મો રામ, માહે 8મો આવાં, સને 1393
પારસી કદમી રોજ 21મો રામ, માહે 9મો આદર, સને 1393
પારસી ફસલી રોજ 13મો તીર, માહે 1લો ફરવરદીન, સને 1393
મુુસ્લિમ રોજ 22મો, માહે 9મો રમજાન, સને 1445
મીસરી રોજ 24મો, માહે 9મો રમજાન, સને 1445
નક્ષત્ર પૂર્વાષાઢા રાત્રે ક. 22-48 સુધી, પછી ઉત્તરાષાઢા.
ચંદ્ર ધનુમાં મધ્યરાત્રિ પછી ક. 28-36 સુધી (તા. 3જી) સુધી, પછી મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ.)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 33, અમદાવાદ ક. 06 મિ. 31, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 51, અમદાવાદ ક. 18 મિ. 55, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી :સાંજે ક.18-02,મધ્યરાત્રિ પછી ક.05-10 (તા.3)
ઓટ: સવારે ક.10.31 ,મધ્યરાત્રે ક.00-28
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,
શોભન’ નામ સંવત્સર, ફાગણ કૃષ્ણ – અષ્ટમી. કાલાષ્ટમી
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: લગ્ન, મંગળ ગ્રહ દેવતાનું પૂજન, શિવ-પાર્વતી પૂજા, રુદ્રાભિષેક, શ્રીદુર્ગા સપ્તશતી પાઠ વાચન, હવન, આંબળાના ઔષધીય પ્રયોગો, વિદ્યારંભ, માલ વેચવો, હનુમાનજીનું પૂજન, હનુમાન ચાલીસાપાઠ વાંચન, ખેતીવાડી.
આચમન: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ કાર્યક્ષેત્રે સંઘર્ષ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ હિસાબમાં સાવધાનીનો અભાવ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ પ્રવાસી, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ મહેનતપ્રિય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ.
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ,વક્રી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.