આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), સોમવાર, તા. ૧-૪-૨૦૨૪ ભદ્રા સમાપ્તિ
ભારતીય દિનાંક ૧૨, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૭
પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૦મો બહેરામ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૨મો મોહોર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૧મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૩મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર મૂળ સાંજે ક. ૨૩-૧૧ સુધી, પછી પૂર્વાષાઢા.
ચંદ્ર ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૨, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૫, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સાંજે ક.૧૬-૪૫,મધ્યરાત્રિ પછી ક.૩.૪૮ (તા.૨)
ઓટ : સવારે ક. ૯-૨૬, રાત્રે ક.૨૨-૩૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, ફાગણ કૃષ્ણ – સપ્તમી. ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૯-૨૬, બુધ વક્રી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૪૬.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ સવારે ક. ૦૯-૨૬ પછી શુભ
મુહૂર્ત વિશેષ: લગ્ન, ભૂમિ ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુ કળશ.મૂળ જન્મ નક્ષત્ર શાંતિ પૂજા, ચંદ્ર-કેતુ ગ્રહ દેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, પરદેશગમનનું પસ્તાનું, સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિક પૂજા, વિદ્યારંભ, બી વાવવું, ખેતી વાડી, ધાન્ય ભરવું, પ્રાણી પાળવા
એપ્રિલનાં ક્ષિપ્ત ગ્રહ દર્શન: આજનાં તા.૧લી એપ્રિલનાં ગ્રહના ઉદય અસ્ત: ચંદ્ર ઉદય: ક.૨૩-૫૬, ચંદ્ર અસ્ત: ક. ૧૧-૦૪, બુધ ઉદય: ક.૦૭-૧૭, બુધ અસ્ત: ક. ૧૯-૫૩, શુક્ર ઉદય: ક.૦૫-૪૫, અસ્ત: ક.૧૭-૩૫, મંગળ ઉદય: ક. ૦૪-૪૮, અસ્ત: ક.૧૬-૨૦, ગુરુ ઉદય: ક. ૦૮-૩૭, અસ્ત: ક.૨૧-૨૧, શનિ ઉદય: ક. ૦૦૫-૧૧, અસ્ત: ક. ૧૬-૫૦, (તા. ૧લીએપ્રિલે સૂર્યોદયના સમયે મીન રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે ક્ધયા રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્ય તા.૧૩અશ્ર્વિની, તા.૨૭ભરણી પ્રવેશ. મંગળ તા.૧૦ પૂર્વાભાદ્રપદા. તા.૨૭. ઉત્તરાભાદ્રપદા પ્રવેશ. બુધ માસારંભે વક્રી ગતિએ અશ્ર્વિની નક્ષત્રમાં રહે છે. તા.૯મીએ વક્રી ગતિએ પુન: રેવતી નક્ષત્રમાં આવી માસાન્ત સુધીમાં રેવતી નક્ષત્રમાં રહેછે. તા.૨૫મી બુધ મીન રાશિ રેવતી નક્ષત્રમાં માર્ગી થાય છે. ગુરુ મેષમાં રાશિમાં ભરણીમાંથી કૃતિકા નક્ષત્રમાં તા.૧૭ એપ્રિલે પ્રવેશે છે. શુક્ર મીન રાશિમાં તા.૩જીએ ઉત્તરાભાદ્રપદા,તા.૧૪એપ્રિલ રેવતી,૨૪મીએ અશ્ર્વિનીમાં પ્રવેશે છે. શનિ શતભિષા ભ્રમણ, રાહુ રેવતી ભ્રમણ
આચમન: ચંદ્ર-મંગળ અર્ધત્રિકોણ પ્રવૃત્તિ પ્રિય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ અર્ધત્રિકોણ.
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ,વક્રી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-મીન, પ્લુટો-મકર ઉ