પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર, તા. 20-2-2024, જયા એકાદશી
ભારતીય દિનાંક 1, માહે ફાલ્ગુન, શકે 1945
વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ સુદ-11
જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ સુદ-11
પારસી શહેનશાહી રોજ 9મો આદર, માહે 7મો મેહેર, સને 1393
પારસી કદમી રોજ 9મો આદર, માહે 8મો આવાં, સને 1393
પારસી ફસલી રોજ 7મો અમરદાદ, માહે 12મો સ્પેન્દાર્મદ, સને 1392
મુુસ્લિમ રોજ 9મો, માહે 8મો શાબાન, સને 1445
મીસરી રોજ 11મો, માહે 8મો શાબાન, સને 1445
નક્ષત્ર આર્દ્રા બપોરે ક. 12-12 સુધી. પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. 07 મિ. 06, અમદાવાદ ક. 07 મિ. 09, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 39, અમદાવાદ ક. 18 મિ. 38, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. 09-10, રાત્રે ક. 22-41
ઓટ: બપોરે ક. 15-31, મધ્યરાત્રિ પછી ક. 04-55 (તા. 21)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,શોભન’ નામ સંવત્સર, માઘ – શુક્લ એકાદશી, જયા એકાદશી (શેરડી), ભારતીય ફાલ્ગુન માસારંભ, ભદ્રા સમાપ્તિ સવારે ક. 09-57.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ઉપનયન, એકાદશી વ્રત ઉપવાસ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, ઔષધ ઉપચાર, મંગળ -રાહુ ગ્રહદેવતાનું પૂજન, વિદ્યારંભ, મંદિરોમાં અભિષેક પૂજા, ધજા-કળશ પતાકા ચઢાવવી, બગીચો બનાવવો, ધાન્ય ઘરે લાવવું, નિત્ય થતાં ઘર-ખેતર જમીન, પશુ લેવડદેવડના કામકાજ, પ્રાણી પાળવા, હજામત, પ્રયાણ, બી વાવવું, લાલ વસ્ત્ર, આભૂષણ, સીમંત સંસ્કાર, વૃક્ષ વાવવા, ઉપવાટિકા બનાવવી, ગુરુ ગ્રહદેવતાનું પૂજન, વાંસ વાવવા. તા. 4 માર્ચ સુધીમાં 13 દિવસમાં રૂ, ચાંદી, સોનું, સૂતર કપાસ, ઘઉં, ગોળ, ખાંડ, સરસવ, તલ, તેલ, કિસમિસ, આખી હળદર વગેરેમાં તેજી આવશે. તા. 7 માર્ચ સુધીમાં સોનું-ચાંદી વગેરે ધાતુઓ અને ધાન્યના ભાવ સ્થિર રહેશે, ઘી, રૂ, ગોળ, ખાંડ વગેરેમાં મંદી આવશે.
આચમન: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ મોટી મોટી આશાઓ રાખનારા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, સૂર્ય શતતારા નક્ષત્ર પ્રવેશ. ચંદ્ર ક્રાંતિવૃત્તની ઉત્તરે 5 અંશ 8 કળાના અંતરે રહે છે.
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ (ઘનિષ્ઠા/શતતારા), મંગળ-મકર, બુધ-કુંભ ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ (અસ્ત) રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-મીન, પ્લુટો-મકર. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button