પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદઋતુ), સોમવાર, તા. 25-9-2023, પરિવર્તિની સ્માર્ત એકાદશી
ભારતીય દિનાંક 3, માહે આશ્વિન, શકે 1945
વિક્રમ સંવત 2079, શા. શકે 1945, ભાદ્રપદ સુદ-10
જૈન વીર સંવત 2549, માહે ભાદ્રપદ, તિથિ સુદ-10
પારસી શહેનશાહી રોજ 11મો ખોરશેદ, માહે 2જો અર્દીબહેશ્ત, સને 1393
પારસી કદમી રોજ 11મો ખોરશેદ, માહે 3જો ખોરદાદ, સને 1393
પારસી ફસલી રોજ 9મો આદર, માહે 7મો મેહેર સને 1392
મુુસ્લિમ રોજ 9મો, માહે 3જો, રબીઉલ અવ્વલ, સને 1445
મીસરી રોજ 10મો, માહે 3જો, રબીઉલ અવ્વલ, સને 1445
નક્ષત્ર ઉત્તરાષાઢા સવારે ક. 11-54 સુધી, પછી શ્રવણ.
ચંદ્ર મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 29, અમદાવાદ ક. 06 મિ. 30 સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 32, અમદાવાદ ક. 18 મિ. 32 સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. 08-42, રાત્રે ક. 20-42
ઓટ: બપોરે ક. 14-56, મધ્યરાત્રિ પછી ક. 02-40 (તા. 26)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2079, આનંદ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ -દસમી. પરિવર્તિની સ્માર્ત એકાદશી. (કમળકાકડી), એકાદશી ક્ષય તિથિ છે. શ્રી દયાનંદગિરી, ગુરુ બ્રહ્માનંદગિરી યાને શ્રી મુંડિયાસ્વામી જન્મજયંતી (સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છ), ભદ્રા સાંજે ક. 18-30થી મધ્યરાત્રિ પછી ક. 29-00 (તા. 26). સૂર્યમહાનક્ષત્ર ઉત્તરાફાલ્ગુનીમાં, વાહન હાથી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: સૂર્ય-ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, વિશ્વદેવતાનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રી સુક્ત, પુરુસુક્ત ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, એકાદશી ઉપવાસ, બિલીનું ફળ વાવવું, ફણસનું વૃક્ષ વાવવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પ્રયાણ મધ્યમ, મુંડન કરાવવું નહીં, પર્વ પૂજા નિમિત્તે નવા વસ્રો, આભૂષણ, નિત્ય થતાં દસ્તાવેજ, દુકાન, નોકરી, વેપાર, ખેતીવાડી ઈત્યાદિના કામકાજ, બી વાવવું, ધાન્ય ભરવું.
શ્રી ગણેશ મહિમા: ગણેશજી સંવેદન, સંરક્ષણ અને સંવર્ધનના દ્યોતક છે. ગણપતિ મનુષ્યને પોતાની લાંબા સમયની પ્રતિષ્ઠાનું રક્ષણ કરવાનો સંદેશ આપે છે અને પ્રતિષ્ઠા વધારે એવા કાર્યોમાં પ્રવૃત્ત થવાની પ્રેરણા પણ આપે છે. કોઈપણ વાતના સાર ગ્રહણની ને નિંદા વગેરેથી પ્રભાવિત ન થવાની પ્રેરણા શ્રી ગણેશજી આપે છે.
આચમન: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ સર્વાંગી ઉદય, બુધ-ગુરુ ત્રિકોણ દાર્શનિક વૃત્તિવાળા, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ ઉડાઉપણું.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, બુધ-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ (તા. 26),
ગ્રહ ગોચર: સૂર્ય-ક્નયા મંગળ-ક્નયા, બુધ-સિંહ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button